અમદાવાદ-વડોદરા અને ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્સી પર દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ નકલી ડોક્યુમેન્ટને આધારે લોકોને વિદેશ મોકલાતા હોવાની આશંકાએ કાર્યવાહી કરાઇ છે. જેને લઈ 17 ટીમ બનાવી CID ક્રાઇમ શાખાએ વિવિધ શહેરોમાં કાર્યવાહી કરી છે. આ તરફ આ દરોડામાં ગેરકાયદે વીઝા કાર્યવાહીને લઇને મહત્વના પુરાવાઓ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
સ્ટુડન્ટ વિઝા કે અન્ય વિઝાની પ્રોસેસ કરતી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં CID ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગર અને વડોદરામાં અલગ અલગ 17 જેટલી ટીમ દ્વારા ખાનગી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં એક સાથે રેડ કરવામાં આવી છે. વડોદરામાં માઇગ્રેશન ઓવરસીઝની ઓફિસમા CID ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. નકલી પાસપોર્ટ અને વિઝા મેળવી વિદેશ જવાના કૌભાંડ વધતા રાજ્ય વ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા, રેડમાં શંકાસ્પદ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.