Junagadh : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ગત રોજ જૂનાગઢની મુલાકાત લીધી હતી. લોકસભા ચૂંટણીની ગુજરાતની ભાજપની બેઠકો જાહેર થયા પછી રાજ્યની વિવિધ બેઠકો પર વિખવાદ જોવા મળ્યો હતો. આ ડેમેજ કંટ્રોલને ઠારવા ભાજપ તમામ પ્રકારની કમર કસી રહી છે.
બંધ બારણે થયેલી બેઠક બાદ બંન્ને નેતાઓ વચ્ચેની નારાજગી થઈ દૂર
મળતા અહેવાલ પ્રમાણે સી.આર પાટીલની મુલાકાત બાદ માળિયા માંગરોળના ધારાસભ્ય અને સાંસદ વચ્ચેની નારાજગી દૂર થઇ છે. બંધ બારણે થયેલી બેઠક બાદ બંન્ને નેતાઓ વચ્ચેની નારાજગી દૂર થતા ભાજપે રાહતનો શ્વાસ ભર્યો હતો.
સી.આર પાટીલના પ્રવાસ બાદ ધારાસભ્ય ભગવાનજી કરગટીયા અને સાંસદ રાજેશ ચુડાસમા સાથે જોવા મળ્યા હતા.જૂનાગઢ ખાતે મળેલી સંગઠનની બેઠકમાં પણ રાજેશ ચુડાસમા અને ભગવાનજી કરગટીયા હાજર રહ્યા હતા.તેમજ રાજેશ ચુડાસમાની માંગરોળની મુલાકાત દરમિયાન પણ બંન્ને નેતાઓ સાથે દેખાયા હતા.ઉલ્લેખનીય છે કે રાજેશ ચુડાસમાના નામની જાહેરાત બાદથી ભગવાનજી કરગટીયા પ્રચારથી દૂર રહ્યા હતા.