બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે આજે સવારે પાતાળેશ્વર મંદિરે દર્શન કરી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને સુતરની આટી પહેરાવી કીર્તિસ્તંભ વિસ્તારમાં સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યુ હતું.
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત પાલનપુર નગરમાં ચાલતી સફાઈનું મંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યું હતું. પાલનપુર નગરમાં ગંદકી અટકાવવા તથા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સી.સી.ટી.વી. દ્વારા મોનિટરિંગ કરવા પ્રભારીશ્રીએ સૂચન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યો અનિકેતભાઈ ઠાકર અને પ્રવિણભાઈ માળી, માવજીભાઇ દેસાઇ, નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, કલેકટર વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અગ્રણીઓ કનુભાઈ વ્યાસ, દિનેશભાઈ પટેલ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.