સુરત જીલ્લાનાં પુણા વિસ્તાર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલ“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું. ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.
આ કાર્યક્રમમા રાજ્ય સરકાર ના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા,સુરત શહેર ના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર દક્ષેશભાઈ માવાણી, પ્રદેશ મંત્રી શીતલબેન સોની, શાસક પક્ષના નેતા શ્રી શશીબેન ત્રિપાઠી,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પરેશભાઈ પટેલ તેમજ મહામંત્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.