- ચાંદખેડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
- ‘આપ’ના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ડૉ.જ્વેલબેન વસરા બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્ય અતિથિના તરીકે હાજર રહ્યા
આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદ પરમાર તથા તેમની ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ડૉ.જ્વેલબેન વસરા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પ એસએમએસ હોસ્પિટલ, વિસત ગાંધીનગર હાઇવે, ચાંદખેડા ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટી હંમેશા જનતાને સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતી હોય છે
તો આ બ્લડ ડોનેશન કેમ્પ પણ જનતાની સેવા કરવાના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી હતી અને બ્લડ ડોનેટ કર્યું હતું. આમ આદમી પાર્ટીની હોસ્પિટલ કેર કમિટીની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ પોતાની સેવા આપે છે.