- એકઝીબીશનમા અંદાજિત 350 ગ્રુપ હાજર રહેશે
વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં દેશમાં બાયો ટેકનોલોજીના ક્ષેત્રમાં યોગદાન વધારવા ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. 21 ડિસેમ્બરથી અમદાવાદમાં સાયન્સ સિટીમાં બાયો કોન્ફરન્સ યોજાશે. જેમાં દેશના અગ્રણી વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેવાના છે.
દેશ અને વિશ્વમાં કેમિકલ નહીં પણ બાયો ટેકનોલોજીનું મહત્વ વધી રહ્યું છે ત્યારે સમગ્ર વિશ્વમાં ભારત દેશનું યોગદાન બાયો ટેક્નોલોજીમાં ફક્ત 3 ટકા જ છે. આ યોગદાન વધારવા માટે વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદમાં 21 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર બાયો કોન્ફરન્સનું આયોજન સાયન્સ સિટીમાં કરાયુ છે જેમાં દેશમાં શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો પણ હાજરી આપશે.
એસીએસ મોના ખંધારે વધુમાં નિવેદન આપ્યું છે કે ભારતના યુએસ ડોલરના અર્થતંત્રને લક્ષ્યાંક આપવા માટે આ મહત્વનું પરિબળ છે. જ્યારે છેલ્લા આઠ વર્ષમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે 10 બિલિયન યુએસ ડોલરથી વધીને 80 બિલિયન યુએસ ડોલરનું ક્ષેત્ર ભારતનું થયું છે. બાયોટેકનોલોજી ક્ષેત્રે સ્ટાર્ટઅપની સંખ્યા પણ 50થી વધીને 5,000 થી વધુ થઈ છે. ત્યારે ઇન્વેસ્ટ ઇન્ડિયાના ડેટા અનુસાર બાયો ફાર્માસ્યુટિકલ સૌથી મોટું સેગમેન્ટ ભારત માટે છે અને ભારતીય ઇકોનોમીમાં 62 ટકા ફાળો છે. દેશના બાયો ટેકનોલોજી ક્ષેત્રેના લોકોને એક સાથે લાવવામાં આવશે તેમ પણ મોના ખંધારે જણાવ્યું હતું.
ત્યારે આ પ્રી વાઈબ્રન્ટ સમીટમાં દેશના બાયો ટેકનોલોજીના લોકોને એક રુફ હેઠળ લાવવામાં આવશે. જ્યારે અંદાજિત 350 ગ્રુપ હાજર રહેશે. આ એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાયોટેક કંપનીઓ, ઉદ્યોગ સગઠનો, ફેકલ્ટી, બાયો ક્લસ્ટરની કંપનીઓ હાજર રહેશે…
તેમજ સાયન્સ સિટી ખાતે ગ્રોથ ઓફ બાયો ટેકનોલોજી મુદ્દે ચર્ચા સાયન્સ એન્ડ ટેકનોલોજીના એસીએસ મોના ખંધારે વધુમાં વિગતો આપી હતી કે આ ફ્રી ઇવેન્ટમાં ગ્રોથ ઓફથી બાયોટેકનોલોજી સેક્ટર ઈન ગુજરાત બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. સાથે જ બાય ઇકોનોમિક અને એક્સપોરિંગ ધ ટ્રાન્સફરમેટીવ પાવર ઓફ બાયો ટેકનોલોજી પર ખાસ ચર્ચા કરવામાં આવનાર છે. જેમાં અમેરિકા અને લંડનથી ખાસ એક્સપર્ટ હાજર રહેશે. સાથે જ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના પ્રોફેસરો પણ હાજર રહેશે.