એક-બે મહિનાથી સમગ્ર દેશમાં ડુંગળીના ભાવમાં ભારે વધારો થયો હતો. દેશના ઘણા ભાગોમાં ડુંગળીના છૂટક ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગયા છે. ડુંગળીના ભાવમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે સમગ્ર દેશ તહેવારોની ઉજવણીમાં ડૂબેલો છે. જેના કારણે તહેવારોની સિઝનમાં મોંઘવારી ફરી કાબૂ બહાર જવાની સંભાવના વધી ગઈ છે. આ કારણે સરકાર ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે દરમિયાનગીરી કરી રહી છે.
અહેવાલ મુજબ, સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતા ભાવમાં ઘટાડો થયો છે. રાજકોટ-ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો થતા ભાવમાં કડાકો બોલ્યો છે. ડુંગળીનાં ભાવમાં પ્રતિ મણે 150થી 300 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.
હાલ સારામાં સારી ડુંગળી એક મણે 500 થી 600 રૂપિયા ભાવે વેચાઈ રહી છે. હવે ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો થઈ છે. સરેરાશ ડુંગળીના 400 રૂપિયાથી 600 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવકો થઈ છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સપ્તાહના અંતથી સફલ મધર ડેરીમાં બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ શરૂ થશે.સફલ વેચાણ કેન્દ્ર પર 25 રૂપિયા પ્રતિ કિલોના દરે ડુંગળી મળશે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે ડુંગળીની વધતી કિંમતોથી ગ્રાહકોને રાહત આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.ખરીફ પાકના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગ્રાહકોને રાહત આપવા માટે બફર સ્ટોકમાંથી ડુંગળીનું છૂટક વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.