સુરત રેલવે સ્ટેશન પર દિવાળીના તહેવાર નિમિતે વતન જતાં લોકો વચ્ચે અફડાતફડી મચી ગઈ હતી. જેથી ચાર લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્યની હાલત ગંભીર થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારે આ પ્રકારની અંધાધૂંધી સર્જાવાનું મુખ્ય કારણ એકમાત્ર ટ્રેન પર 17 લાખથી વધુ લોકોની વસતીને નિર્ભર રહેવું પડતું હોવાનું સામે આવ્યું છે. સાથે જ પોલીસ સહિતના તંત્રની બેદરકારીના કારણે પરપ્રાંતિયોનો તહેવાર માતમમાં ફેરવાયો હોવાનું સામે આવ્યું છે.
દિવાળીના પર્વ પર સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી છે. જે ભીડમાં ધક્કામુક્કી સર્જાઈ હતી, જેમાં 4થી 5 મુસાફરો બેભાન થયા હતા. જે તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં સારવાર દરમિયાન 1 મુસાફરનું મોત થયું છે