અમદાવાદથી આંગડિયા પેઢીનો કર્મી 21 લાખનો માલ લઈને જોધપુર જતો હતો તે સમયે ઘટના બની છે. આ સમયે પાલનપુર હાઈવે પર છાપી નજીક તેની સાથે લૂંટની ઘટના બની હતી. જેમાં 3 ઈસમો આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ. 21 લાખનો માલસામાન ભરેલો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. હોટલ પર બસ ચા નાસ્તા માટે ઉભી રહી હતી. એ દરમિયા જ બસમાં ચડવા જતા ત્રણ અજાણ્યા શખ્શોએ લૂંટ આચરીને આંગડીયા કર્મીનો થેલો લૂંટી લીધો હતો.
મળતી માહિતી મુજબ અમદાવાદની GR આંગડિયા પેઢીનો કર્મચારી આંગડિયામાં આવેલા પાર્સલ લઈને રાજસ્થાન પરિવહનની બસમાં જોધપુર તરફ જઈ રહ્યો હતો. ત્યારે બસ એક ખાનગી હોટલ પર ચા-પાણી માટે બસ ઉભી રાખવામાં આવી હતી. જયારે નાસ્તો કરી કર્મચારી બસમાં ચડવા જતા ત્રણ અજાણ્યા શખ્શોએ લૂંટ આચરીને આંગડીયા કર્મીનો થેલો લૂંટી લીધો હતો.
ચહેરાજીને આંતરીને બસની પાછળના ભાગમાં લઈ ગયા હતા. જ્યાં ત્રણેય ઈસમોએ ચહેરાને નીચે પટકીને તેમની પાસે રહેલો થેલો ઝૂંટવીને નંબર પ્લેટ વિનાની ક્રેટા કારમાં ફરાર થઈ ગયા હતા.
ગઈકાલે સાંજે ઘટેલી ઘટના મામલે છાપી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમદાવાદની જી.આર આંગડિયા કંપનીનો કર્મચારી અમદાવાદથી જોધપુર જતો હતો ત્યારે આ ઘટના બની હોવાની વિગતો સામે આવી રહી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.