આજે મહાત્મા ગાંધી ના જન્મ દિવસ નિમિત્તે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા આયોજિત થઈ.
જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થીત રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂજ્ય બાપુના ફોટો ને ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ત્યારબાદ યોજાયે લ સર્વધર્મ પ્રાર્થના સભામાં જોડાયા જેમાં ઉપસ્થીત સૌએ પૂજ્ય બાપુને ભાવસભર અંજલિ આપી હતી તેમજ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા આદિ અનેક મહાનુભાવો ઉપસ્થીત રહેલા.
આ પ્રસંગે પોરબંદરની તેમજ અનેક સામાજિક સેવાકીય સંસ્થાઓ ના મહાનુભાવો ઉપસ્થીત રહેલા.