દિવાળી એ હિંદુ ધર્મનો મોટો તહેવાર છે અને દિવાળીના બીજા દિવસે હિન્દુ નવા વર્ષનો પ્રારંભ થાય છે.
ગુજરાતીઓ નવા વર્ષમાં પાંચ દિવસનું વેકેશન રાખતા હોય છે
ત્યારે વિક્રમ સંવત 2080 કારતક સુદ એકમના રોજ વિવિધ તીર્થ સ્થાનોમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા
વિશ્વપ્રસિધ્ધિ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબા ના દર્શનાર્થે વિશ્વભરના ભાવિકો આવ્યા.
મા અંબા ના ધામ માં દિવાળી ના પાવન અવસરે રોશની કરવામાં આવી તેમજ નૂતન વર્ષની સવારે મંગળા આરતીથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળ્યો.
અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે અને બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિર માઈ ભક્તોથી ઉભરાતું જોવા મળ્યુ હતું.
માતાજીને બેસતા વર્ષના દિવસે અન્નકૂટનો ભોગ ધરાવાયો હતો. જેમાં અલગ અલગ જાતની મીઠાઈઓ માતાજીને ધરવામાં આવી હતી, જેમાં 100 ઉપરાંતની વાનગીઓ હોય છે.
અંબાજી મંદિરમાં સોનાના થાળમાં માતાજીને રાજભોગ ધરાવવામાં આવે છે .સોનાના થાળનું વજન અંદાજે 10 કિલો જેટલું હોય છે.
બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં 3 આરતી થાય છે.સવારે મંગળા આરતી, બપોરે અન્નકુટ આરતી અને સાંજે સાંય આરતી થાય છે.
આમ આજે નૂતન વર્ષના પ્રારંભે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીને માથું નમાવી તેમના આશિષ ગ્રહણ કર્યા હતા.
તેવી જ રીતે ગુજરાતના જાણીતા યાત્રાધામ ડાકોર ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુ ઉમટયા.
ડાકોરમાં નૂતન વર્ષની પ્રભાતે એક અનોખી પરંપરા યોજાતી હોય છે જે અનુસાર દિવાળીની દિવસે ભગવાનને ધરાવેલો અન્નકૂટ નૂતન વર્ષની પ્રભાતે દર્શનાર્થીઓ લુટતા હોય છે
એમ ભગવાનનો અન્નકૂટવાની અનોખી પરંપરા ડાકોરમાં પ્રતિવર્ષ બેસતા વર્ષની સવારે યોજાય છે.
ગુજરાતના જાણીતા જૈન તીર્થધામ શંખેશ્વર ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટ્યા.
વિશ્વભરમાં વસવાટ કરતા જૈનો દિવાળીના તહેવારે વતનમાં પધારતા હોય છે ત્યારે વતનમાં આવેલ વ્યક્તિ શંખેશ્વર ધામ અચૂક આવતો હોય છે અને શંખેશ્વર પાર્શ્વનાથ દાદા ના ચરણોમાં શિશ ઝુકાવતો હોય છે.
જેને લઈને દિવાળી Newyear ના તહેવારોમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શનાર્થે ઉમટ્યા.