અંબાજી જનારા: શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજીનું પ્રસિદ્ધ મંદિર. જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર અને બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું છે. અંબાજી એક મહત્ત્વપૂર્ણ મંદિર છે, જ્યાં દરરોજ હજારો ભક્તો માંના આશિર્વાદ લેવા માટે આવે છે. ત્યારે અંબાજી મંદિરમાં પ્રણાલિકા મુજબ અને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ -૧ (એકમ) ગુરૂવાર તા.૦૩/૧૦/૨૦૨૪ ના રોજથી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે.જેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી છે.
ઘટ સ્થાપન આસો સુદ-૧(એકમ) ગુરૂવાર તા.૦૩/૧૦/૨૦૨૪ ના સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાકે
- આરતી સવારે – ૦૭:૩૦ થી ૦૮:૦૦
- દર્શન સવારે – ૦૮:૦૦ થી ૧૧:૩૦
- રાજભોગ બપોરે – ૧૨:૦૦ કલાકે
- દર્શન બપોરે – ૧૨:૩૦ થી ૧૬:૧૫
- આરતી સાંજે – ૧૮:૩૦ થી ૧૯:૦૦
- દર્શન સાંજે – ૧૯:૦૦ થી ૨૧:૦૦
આસો સુદ-૮ (આઠમ) તા. ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ આરતીનો સમય સવારે ૦૬:૦૦ કલાકે
ઉત્થાપન-આસો સુદ-૮(આઠમ)શુક્રવાર તા. ૧૧/૧૦/૨૦૨૪ ના સવારે ૧૦:૦૦ કલાકે
આસો સુદ ૧૦-વિજયા દશમી (સમીપુજન)તા. ૧૨/૧૦/૨૦૨૪ ના સાંજે ૦૫:૦૦ કલાકે
દુધપૌઆનો ભોગ-તા.૧૬/૧૦/૨૦૨૪ના બુધવાર ના રોજ રાત્રે ૧૨:૦૦ કલાકે કપુર આરતી
આસો સુદ-૧૫(પુનમ) તા. ૧૭/૧૦/૨૦૨૪ ના રોજ આરતીનો સમય સવારે ૦૬:૦૦ કલાકે
તા. ૧૮/૧૦/૨૦૨૪ થી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.જે વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીની અખબારી યાદીમાં જણાવ્યું છે