દિયોદર તાલુકાના ધુણસોલ ગામે લોધીમાતાના મંદિરમાં ગતરોજ થયેલી ચોરીની ભેદ ઉકેલાયો. ચોરે મંદિરમાં માતાજીના ધાતુના હાર, ચાંદીના છત્ર ,પથરી, તેમજ ભંડાર તોડી ચોરી કરી ત્યાર બાદ તેને માતાજી એ ચમત્કાર બતાવ્યો અને ચોરને દેખાવાનું બંધ થઇ ગયું તેથી તે મંદિર ની બહાર ના નીકળી શક્યો અને જયારે સવારે ભુવાજી મંદિરમાં આવ્યા ત્યારે ચોરને ત્યાં જોઈને તેને પોલીસ ને જાણ કરી ને તેને સુપ્રત કરી દીધો
ત્યાર બાદ પોલીસે તપાસ દ્વારા તાપસમાં આ ચોર થરાદ તાલુકાના સેડલા ગામનો ભરથરી બચ્ચન હરજી હોવાનું જાણવા મળેલ છે, થરાદ પોલીસે આરોપી ને પકડીને તેની સામે અલગ અલગ એમ કુલ સાત ગુનાહો નોંધ્યા છે