ગુજરાતની સ્થાપનાના સમયથી દારૂબંધીનો અમલ ચાલી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે એકાએક નિર્ણય લેવા સાથે હવે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
ઈન્ટરનેશનલ ટ્રેડ અને ફાઈનાન્સના હબ ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ આપવાના હેતુથી ‘ડાઈન વિથ વાઈન’ની છૂટ અપાઈ છે.
જોકે, લોકો અહીં ચોક્કસ નિયમો હેઠળ હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબોમાં દારૂનું સેવન કરી શકાશે. જોકે, હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબોને દારૂની બોટલોનું વેચાણ કરી શકાશે નહીં. ત્યારે આ મુદ્દાને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
આ મામલે મોરારી બાપુનુ નિવેદન સામે આવ્યું છે. જાણીતા કથાકાર મોરારીબાપુએ નારી શક્તિ વંદના ના કાર્યક્રમમાં ભાવનગરમાં હાજરી આપી હતી. ગાંધીનગર ગીફ્ટ સીટીમા સરકારે દારૂ મુક્તિ આપતા મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, દારૂબંધી હટાવવા મામલે સરકારના રિપોર્ટનો મેં અભ્યાસ કર્યો નથી અને આ મારો કોઈ વિષય નથી. અત્યારે આ મામલે હું કહી વિશેષ કહી શકું નહીં.