- ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી
- 13, 14, 15, 16, 17 અને 18 ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદની સંભાવના
મિચોંગ વાવાઝોડું ગયુ છે તો હવે વરસાદ નહિ આવો વિચાર ન કરતા. કારણ કે, આખું ડિસેમ્બર માસમાં હવે કમોસમી વરસાદથી ધમરોળશે તેવી આગાહી કરવામાં આવી છે.. ત્યારે ડિસેમ્બર માવઠાનો રહેશે તેમ અંબાલાલ પટેલ આગાહી કરી છે.. તેમજ ડિસેમ્બર મહિનાનું આખુ લિસ્ટ પણ આપ્યું છે, જેમાં આ તારીખો સાથે આગાહી કરવામાં આવી છે. સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પણ પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી પ્રમાણે આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે.
13, 14, 15, 16, 17 અને 18 ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદ આવશે. ફરી એકવાર 22 અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થવાની સંભાવના વધી છે. ત્યારે આ દિવસોએ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. તેમજ હિમવર્ષા અને માવઠાના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ સંકટ બનીને આવશે તેવી સંભાવના છે.. તો 14, 15, 16 અને 17 ડિસેમ્બરે ફરીથી કમોસમી વરસાદ આવવા સાથે ગુજરાત ઉપરાંત દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં માવઠું થશે. તો જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થશે. કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થઈ શકે છે.