Monsoon Update: હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે અને એ મુજબ હવે ચોમાસાની એન્ટ્રીને લઈ સમાચાર આપ્યા છે. રાજ્યમાં ગમે તે ઘડીએ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. આગામી 24 થી 48 કલાકમાં જ ચોમાસું ગુજરાતમાં પહોંચશે. આગાહીનુસાર ચોમાસું ગુજરાત પહોંચતા જ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
આગામી 24 થી 48 કલાકમાં જ ચોમાસું ગુજરાતમાં પહોંચશે. હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે અને એ મુજબ હવે ચોમાસાની એન્ટ્રીને લઈ સમાચાર આપ્યા છે. રાજ્યમાં ગમે તે ઘડીએ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. હવામાન વિભાગ મુજબ ચોમાસું ગુજરાતના દરવાજે બ્રેક લગાવી છે.
ગુજરાતથી માંડ 10 કિલોમીટર દૂર ચોમાસું છે. એટલે કે મહારાષ્ટ્રના દહાણું સુધી ચોમાસું પહોંચ્યું છે. જે હવે આગળ વધતા ગુજરાતમાં પહોંચી શકે છે. હવામાન વિભાગની આગાહીનુસાર ચોમાસું ગુજરાત પહોંચતા જ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે 13 જિલ્લાઓમાં વરસાદના હળવા ઝાપટા વરસી શકે છે.
ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયુ છે,ત્યારે નદીમાં વરસાદી નીરની આવક થઇ છે,રાજકોટના ગોંડલના વાસવડમાં સ્થાનિક નદી બે કાંઠે વહી રહી છે.ગોંડલના વાસાવડ પંથકમાં ગઇકાલે ભારે વરસાદ પડયો હતો તેના કારણે નદી બે કાંઠે વહેતી જોવા મળી છે.વવડી ચમરાડીમાં વરસાદને પગલે નદી બે કાંઠે વહી રહી છે.બીજી બાજુ હવામાન વિભાગ દ્રારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.