માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ખાતેથી ગુજરાતને ₹ 5950 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરી હતી. આ પ્રસંગે, તેમણે પ્રેરક સંબોધન કરીને ગુજરાત તેમજ દેશના વિકાસને વધુ ઊર્જા સાથે અવિરત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
માનનીય પ્રધાનમંત્રીશ્રીના વરદ્હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત પામેલ વિવિધ પ્રકલ્પો અંતર્ગત ન્યૂ ભાંડુ અને ન્યૂ સાણંદ વચ્ચે બ્રોડગેજ રેલ કનેક્ટિવિટી, વિરમગામથી સામખિયાળીના 182 કિ.મી લાંબા રેલ ટ્રેકનું ડબલિંગ, કટોસણ-બેચરાજી બ્રોડગેજ રેલ લાઈન, વિજાપુર અને માણસાનાં રિચાર્જ કરેલ તળાવો, સાબરમતી નદી પર વલાસણા બેરેજ સહિતના પ્રોજેક્ટ્સ ગુજરાતના વિકાસને નવી ગતિ આપશે.
માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પ્રજાના પ્રશ્નો સમજીને તેનું નિવારણ કેવી રીતે કરી શકાય અને વિકાસની ગતિ સતત કેવી રીતે વધારી શકાય તેનું ચિંતન કર્યું છે. છેવાડાના માનવીને વિકાસની ધારામાં કેવી રીતે જોડી શકાય તે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આપણને શીખવાડ્યું છે.
તેમના દિશાદર્શનમાં ગુજરાતમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી, ભૂગર્ભ ગટર, કૃષિ વિકાસ, રોડ અને રેલ નેટવર્ક, ઔદ્યોગિક વિકાસ અને પ્રવાસન સહિતના દરેક ક્ષેત્રોમાં રાજ્યએ અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે અને ગુજરાત વૈશ્વિક નકશે ચમક્યું છે.
માનનીય પ્રધાનમંત્રીશ્રીના દિશાદર્શનમાં વર્ષ 2047 સુધીમાં સહિયારા પ્રયાસો દ્વારા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણના યજ્ઞમાં જોડાવા સૌને આ પ્રસંગે આહવાન કર્યું.
#અગ્રેસર_ઉત્તર_ગુજરાત