Ahmedabad : દેત્રોજ ખાતે વર્ષનું સૌથી મોટું સમસ્ત ક્ષત્રિય સમાજના ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનના ભાગ રૂપે રવિવારે સવારે 9.30 વાગે દેત્રોજ ખાતે રાજ્યની વિવિધ સંસ્થાના આગેવાનો તેમ જ અગ્રણીઓ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્ય માંથી ક્ષત્રિય સમાજના 1 હજાર આગેવાનો આ મીટિંગમાં ભાગ લેશે.
ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાના જણાવ્યા મુજબ જાન્યુઆરી મહિનામાં સમાજના હીત માટે તેમજ સમાજના રાજકીય અને સામાજિક પ્રશ્નોની રજૂઆત કરવા માટે 1 લાખ ક્ષત્રિયોનું મહાઅધિવેશન આયોજન કરવામાં આવશે. ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા ગરાસિયા, રાજપૂત, કાઠી, જાગીરદાર, દરબાર, નાડોદા જેવા ક્ષત્રિયોને સાથે રાખીને રાજ્યમાં આવનારા વર્ષોમાં મજબૂત ક્ષત્રિય સંગઠન ઊભું કરાશે, જેમાં અન્ય સમાજ મદદરૂપ થશે તેમ જ અન્ય સમાજનો સહયોગ પણ લેવામાં આવશે. જાન્યુઆરીમાં થનારા સંમેલનમાં અન્ય સમાજના આગેવાનોને પણ આમંત્રિત કરવામાં આવશે.
પરદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા સહયોગ અપાશે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓ વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે રોકાણ તેમ જ અન્ય સુવિધા પૂરી પાડે છે. સંમેલનમાં વિદ્યાર્થીઓ માટે પણ વિશેષ ચર્ચા કરાશે.
તમામ સમાજની શૈક્ષણિક સંસ્થાઓને રાહત દરે ભવન અને છાત્રાલય માટે ભવન આપવામાં આવે અને તમામ સમાજની વિધવા મહિલાઓને વિધવા પેન્શનમાં વધારો કરાશે. ગુજરાતમાં લાગેલા પવિત્ર તીર્થ સ્થાનોને ક્ષત્રિય સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ તથા બ્રહ્મ સમાજના પૂજારીને યોગ્ય વેતન અપાય તેવા મુદા પર ચર્ચા કરાશે.
સરકારી વિભાગોમાં મંત્રીઓની સરપ્રાઈઝ વિઝીટથી અધિકારીઓમાં ફફડાટ