Gujarat Weather Forecast : હાલ છેલ્લા થોડા સમયથી રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા ગરમીથી રાહત મળી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણને કારણે પણ ગરમી ઓછી અનુભાવય રહી છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટાના સંકેત આપ્યા છે. રાજ્યમાં 10 એપ્રિલ બાદ ફરી કમોસમી વરસાદ થઇ શકે છે. ભરઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે, વસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ
ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 10 અને 11 એપ્રિલે છુટાછવાયા વરસાદનો અનુમાન છે. 10 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં કમોસમી વરસાદ વરસી શકે છે. 11 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. ઉપરાંત મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં પણ છુટછવાયો કમોસમી વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, મોરબી, મહેસાણા,પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.આણંદ, ભરુચ, ભાવનગર, બોટાદ, જુનાગઢ,ખેડા, મહીસાગર, નર્મદા, નવસારી,સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
કાળઝાળ ગરમી વચ્ચે AMCએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રેડ અને ઓરેન્જ એલર્ટ વખતે અમુક ખાસ વસ્તુઓનું ધ્યાન રખાશે. ભારે ગરમીના કારણે કન્સ્ટ્રક્શન સાઈટો બપોરે 12થી 4 બંધ રખાશે. 45થી 60 સેકેન્ડ બંધ રહેતા ટ્રાફિક જંક્શન પર ગ્રીન નેટ બાંધવાનો નિર્ણય કરાયો છે. હીટસ્ટ્રોકના કેસને ધ્યાને રાખીને લેવાયો નિર્ણય કરાયો છે. રેડ અને ઓરેન્જ એલર્ટ દરમિયાન અનેક સ્થળે સંસ્થાઓ છાશનું વિતરણ કરશે. સફાઈ કામદારોનો સમય બપોરે 3 કલાકના બદલે 4 કલાકનો કરવામાં આવશે. તમામ બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લા રખાશે, અર્બન હેલ્થ સેન્ટરમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરાશે. તો અર્બન હેલ્થ સેન્ટર સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રખાશે.