નવા વર્ષમાં પોલીસ વિભાગ અને રેવન્યુમાં થશે મોટા પાયે બદલીઓ થશે.લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને દરેક રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. 30 જૂન સુધીમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર તમામ અધિકારીઓની બદલી થશે. રેવન્યુ અને પોલીસ તંત્રને બદલીની યાદી તૈયાર કરી 31 જાન્યુઆરી સુધીમાં ઇલેક્શન કમિશનને રિપોર્ટ મોકલવા તાકીદ કરવામાં આવી છે.
ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં પીએસઆઇ ,પીઆઇ અને ડીવાયએસપીઓ માં મોટા પાયે બદલી કરવામાં આવશે.. ત્યારે રેવન્યુમાં મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરોમાં પણ આવશે બદલી કરવામાં આવશે.. ત્યારે આ ઇલેક્શન કમિશનના આદેશના પગલે રેવન્યુ અને પોલીસ તંત્રએ કવાયત શરૂ કરી દીધી છે.