બનાસકાંઠા જિલ્લાની પાવન તીર્થ સ્થળ ઓગડથળી મઠના મહંત પૂજ્ય જગદીશપુરી બાપુ દેવલોક પામ્યા છે.
આજે વહેલી સવારે પૂજ્ય શ્રી ને હૃદયરોગનો હુમલો આવેલ જે પ્રાણઘાતક નીવડ્યો હોવાના સમાચાર પ્રસરી જતાં ઉત્તર ગુજરાતમાં શોકમગ્ન માહોલ છવાઇ જવા પામ્યો હતો.
ઉદારદિલ ગાદીપતિ મહંત નાની ઉંમર માં આકસ્મિક દેવલોક પામતાં ભાવિકોમાં ઊંડા આઘાતની લાગણી છવાઈ છે
કૈલાસવાસી થયેલા પૂજ્ય મહંતના દીવ્ય આત્માને શ્રધ્ધા સુમન અર્પણ કરવા વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા