તા.30 ઓક્ટોબરના રોજ અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આવવાના છે ત્યારે તારીખ 29-ઓક્ટોમ્બર ના રોજ અંબાજી મંદિરના ચાચર ચોકમાં 900 દીવડાની મહાઆરતી કરાઈ
અંબાજી મંદિરના ચાચર ચોકમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત મહાઆરતીમાં જોડાયા
Prime Minister Narendra Modiના કાર્યક્રમને અનુલક્ષી અંબાજી ખાતે પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ આજ રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અંબાજી ખાતે આદ્યશક્તિપીઠ મા અંબાના દર્શનાર્થે પધારનાર છે ત્યારે ગત રોજ સાંજે અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં 900 દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં માઇભક્તો જોડાયા હતા.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ( Speaker of the Legislative Assembly Shankarbhai Chaudhari ) અને મંત્રી બલવંતસિંહ રાજપુત ( Balwant Singh Rajput ) એ માતાજીના દર્શન કરી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે અંબાજી મંદિર ( Ambaji Mandir )પરિસર, શક્તિદ્વાર અને ચાચર ચોકમાં વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ પૂર્વે તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ હતું.
વડાપ્રધાનશ્રીના આગમનને લઈ અંબાજી મંદિરના ચાચર ચોકમાં નયનરમ્ય રંગોળી પુરીને સજાવટ કરવામાં આવી છે તથા મંદિરને અલગ અલગ પ્રકારના ફુલોથી શણગારીને સુશોભિત કરવામાં આવ્યું છે. જેનાથી મંદિરની સુંદરતા અને ભવ્યતામાં ચાર ચાંદ લાગ્યા છે.
આ પ્રસંગે પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે, આપણા ગુજરાત ( Gujarat )ના સપુત અને દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી 30 મી તારીખે મા અંબા ના દર્શન અને આરાધના કરવા અંબાજી ખાતે પધારી રહ્યા છે ત્યારે તેમના આગમન પૂર્વે મંદિરના ચાચર ચોકમાં 900 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં માઇભક્તો જોડાયા છે.
આ પ્રસંગે ધારાસભ્ય કેશાજી ચૌહાણ ( Keshaji Chauhan ) અને અનિકેતભાઈ ઠાકર ( Aniket Thakar ), શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ( Shri Arasuri Ambaji Mata Devasthan Trust ) ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર (Banaskantha District Collector Varun Kumar Baranwal ) વરૂણકુમાર બરનવાલ , ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ( District Development Officer Swapnil Khare ), પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા (Superintendent of Police Akshayraj Makwana ), પૂર્વ મંત્રી અને સંગઠનના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ( Kirtisingh Vaghela ), અગ્રણીઓ સર્વ કનુભાઈ વ્યાસ, સંજય બ્રહ્મભટ્ટ, ટી.પી.રાજપૂત સહિત પદાધિકારીઓ- અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.