Loksabha Election 2024: લોકસભા ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત બનાસકાંઠા લોકસભામાં કોંગ્રેસ ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા પાલનપુર ખાતે ફોર્મ ભરવામાં આવ્યું. પાલનપુર નજીક ચડોતર ખાતે મોટી સંખ્યા માં જનમેદની ઉપસ્થિત રહી અને બનાસની બેન ગેનીબેન ના ફોર્મ ભરવા પ્રસંગે કોઈ પણ વ્યવસ્થા વગર સ્વયંભૂ મોટી જનમેદની ઉમટી પડેલ. ભારે જનમેદની વચ્ચે ગેનીબેન ઠાકોર દ્વારા ટ્રેક્ટર માં બેસી લોકસભાની ચૂંટણી નું ફોર્મ ભરવા રવાના થયા. આ સભામાં બનાસકાંઠા ના ગામેગામ થી લોકો ઉમટેલ.
ગેનીબેન ઠાકોરે ભગવત ગીતા અને ભારત નું સંવિધાન હાથમાં લઈ કહ્યું કે
આ પ્રસંગે ગેનીબેન ઠાકોરે ભગવત ગીતા અને ભારત નું સંવિધાન હાથમાં લઈ કહ્યું કે હું કોઈ બનાસવાસીઓને ઉની આંચ નહીં આવવા દઉં. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સભાને સંબોધિત કરતી વખતે ગેનીબેન ભાવુક થયા હતા. જ્યારે ગામડે ગામડે ફરુંને ત્યારે લોકો મને ફુલ અને હાર પહેરાવે ત્યારે તેમનું ઋણ મારા પર હોય અને ઋણ એટલે લોકસભા નાની વસ્તુ નથી.
પેઢીની પેઢીઓ ખસી જાય તો પણ ટિકિટ મળતી નથી. પણ આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી છે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે. આપના વિશ્વાસ ને હું ક્યારેય નહીં ભૂલું અને તમારા સૌના આશીર્વાદથી બનાસની સેવક-બનાસની બેન ઉમેદવારી નોંધાવવા જઈ રહી છે તો આપસૌ સહકાર આપશો.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો હુંકાર
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેલ અને જણાવેલ કે બનાસની પ્રજા એ બનાસની બેન ગેનીબેન ને જે ઉમળકાથી વધાવેલ છે તેનાથી અમારો જુસ્સો બુલંદ થયો છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ દેસાઇ તથા ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિત કોંગ્રેસ પ્રદેશ તથા જિલ્લા ના વિવિધ સંગઠનો ના હોદ્દેદારો અને સહકારી આગેવાનો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેલ