Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી ના બેન્ડ વાગી રહ્યા છે. ગુજરાત ના વિવિધ ઉમેદવારો આજે નામાંકન પત્ર એટલે કે ચૂંટણી માં ફોર્મ ભર્યું. આજે પીએમ નરેન્દ્ર મોદી બિહાર અને પશ્ચીમ બંગાળમાં ચૂંટણી પ્રચાર અને રેલી કરશે તો ગૃહ મંત્રી અમિત શાહ આજે ઉતરાખંડ જમ્મુ અને કાશ્મીર સાથે સાથે મધ્યપ્રદેશ માં ચૂંટણી પ્રચાર કરશે. જ્યારે આપ પાર્ટી દિલ્હી ખાતે 200 સંકલ્પ સભાની કરી લોકસભાની ચૂંટણી માટે પ્રચાર ની શરૂઆત કરશે.
ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ નું નામાંકન
ખેડા લોકસભા ની સીટ માટે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ એ આજે નામાંકન કર્યું. ખેડા લોકસભા ની સીટ માટે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, વલ્લભભાઈ કથીરિયાની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતે ઇપ્કોવાલા હોલ ના ગ્રાઉન્ડમાં જંગી સભા ને સંબોધિત કરી જેમાં ભારે જનમેદની ની ઉપસ્થિતિ માં સભા યોજાઇ. અને ભવ્ય બાઇક રેલી અને રોડ શો સાથે તેઓ ફોર્મ ભરવા જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા. આ કાર્યક્રમમાં ખેડા લોકસભામાં આવતી સાત વિધાનસભાના ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો, જિલ્લા ના વિવિધ સંગઠનો ના હોદ્દેદારો અને સહકારી આગેવાનો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેલ. દેવુસિંહ ચૌહાણ લોકસભાના ઉમેદવાર તરીકે ચોથી વખત ફોર્મ ભર્યુ. ફોર્મ ભરતા પેહલા દેવુસિંહ ચૌહાણ એ સંતોના આશીર્વાદ મેળવ્યા. વડતાલના નૌતમસ્વામી તેમના નિવાસ સ્થાને દેવુસિંહ ચૌહાણને આશીર્વાદ આપવા પધાર્યા.
બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી નું નામાંકન
બનાસકાંઠા લોકસભાની સીટ માટે ભાજપ ના ઉમેદવાર રેખાબેન ચૌધરી એ આજે નામાંકન પત્ર ભર્યું. પાલનપુરના ચડોતર ખાતે ભાજપની ભવ્ય સભા યોજાઇ જેમાં રાજસ્થાન ના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, બળવતસિંહ રાજપૂત, સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ બાબુભાઇ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, અલ્પેશ ઠાકોર, પ્રવીણ માળી, અનિકેત ઠાકર, કેશાજી ઠાકોર, શશિકાંત પંડયા, ગોવાભાઈ રબારી, હરિભાઇ ચૌધરી સહિત સંગઠનના હોદ્દેદારો, જિલ્લા ના વિવિધ સંગઠનો ના હોદ્દેદારો અને સહકારી આગેવાનો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેલ. સભા બાદ બાદ મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી યોજી નામાંકન પત્ર ભરવામાં આવ્યું.
રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા નું નામાંકન
રાજકોટ લોકસભા સીટ ના ભાજપ ના બહુ ચર્ચિત ઉમેદવાર પરસોત્તમ રૂપાલા એ આજે નામાંકન પત્ર ભયું. રાજકોટ લોકસભા સીટ ના ભાજપ ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સાંસદ રામ મોકરિયા અને ધારાસભ્ય રમેશ તિલાળા સાથે મોટા પોલીસ બંદોબસ્ત સાથે રેલી કરી સભા સ્થળે પહોંચ્યા. ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ભરતભાઇ બોઘરા, મહેન્દ્રસિંહજી સરવૈયા, કુંવરજી બાવળિયા, મોહનભાઇ કુંડાળીયા, ભાનુબેન બાબરિયા, કેશરિસિંહજી, રામભાઇ મોકરિયા, તેમજ લોકસભા વિસ્તાર ના ધારાસભ્યો અને મોટી જનમેદની ના મોટા કાફલા સાથે નીકળ્યા પરસોત્તમ રૂપાલા. રાજકોટ લોકસભા સીટ ના વિવિધ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા ના વિવિધ સંગઠનો ના હોદ્દેદારો અને સહકારી આગેવાનો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેલ. સભા બાદ બાદ મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી યોજી નામાંકન પત્ર ભરવામાં આવ્યું.