Gujarat News: ભારતના ચુંટણીપંચ દ્વારા c-VIGIL એપ લોન્ચ કરવામા આવી છે. આ એપ ભારતના કોઇપણ નાગરિકને આચાર સંહિતા વિષયક કે ખર્ચ બાબતની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સાથેની ફરિયાદ અપલોડ કરવાની સુવિધા આપે છે. c-VIGIL એ એક મોબાઈલ એપ્લિકેશન છે જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. ફરિયાદ અપલોડ થયાની 100 મિનીટમાં જ ફલાઇંગ સ્કવોડ દ્વારા સ્થળ પર જઇ તેનો નિકાલ કરવામા આવે છે.
c-VIGIL એપ અંતર્ગત કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો
બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અંતર્ગત જિલ્લા કલેકટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કન્ટ્રોલ રૂમમાં c-VIGIL એપની સુવિધા પણ કાર્યરત કરાઈ છે. જેમાં કોઈપણ નાગરિક પોતાની ઓળખ આપી ને કે ઓળખ ગુપ્ત રાખીને આચાર સંહિતા સંબંધિત ફરિયાદ કરી શકે છે.
c-VIGIL સીટીઝન એપ પર બનાસકાંઠા જિલ્લાનો કોઇપણ નાગરિક પોતાની આચાર સંહિતા ભંગ અંગેની ફરિયાદ કરી શકે છે. જેના નિકાલ માટે જિલ્લા કલેકટર કચરી ખાતેના કન્ટ્રોલ રૂમમાં સુવિધા શરૂ કરાઇ છે. આ સેવા માટે 12 કર્મચારીઓનો સ્ટાફ ત્રણ શિફ્ટમાં રાઉન્ડ ધી કલોક ફરજ બજાવે છે. 16 માર્ચથી અત્યાર સુધીમાં c-VIGIL એપ પર એક ફરિયાદ મળી હતી જેનો નિકાલ કરવામાં આવેલ છે.
cVIGIL એપ્લિકેશનની કેટલીક સુવિધાઓ છે
• વપરાશકર્તાઓને આદર્શ આચાર સંહિતા (MCC) ના ઉલ્લંઘનની જાણ કરવાની મંજૂરી આપે છે
• નાગરિકોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે
• ઉલ્લંઘનના સ્થાનને ટ્રૅક કરવા માટે GPS નો ઉપયોગ કરે છે
• વપરાશકર્તાઓને ફક્ત લાઇવ ઇવેન્ટ્સ કેપ્ચર કરવાની મંજૂરી આપે છે
• ફરિયાદની પ્રગતિ પર નજર રાખે છે
• MCC ઉલ્લંઘનના કેસની અનામી રૂપે જાણ કરવાની સુવિધા
• ફરિયાદ અપલોડ થયાની 100 મિનીટમાં તેનો નિકાલ કરવામા આવે છે.