Loksabha Election Result 2024: લોકસભા ચૂંટણી 2024 ના (Lok Sabha Election) આજે પરિણામ જાહેર થયા છે. જો કે, દેશની સૌથી મોટી અને સત્તારૂઢ પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP) ને અપેક્ષા અને એક્ઝિટ પોલ્સ મુજબ બેઠક ન મળતા પાર્ટીની ચિંતા વધી છે. ચૂંટણીની દ્રષ્ટિએ મુખ્ય રાજ્યો પૈકી ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) ભાજપનું અણધાર્યું પરિણામ સામે આવ્યું છે. અહીં, પાર્ટીએ 31 બેઠકો જીતી છે જે વર્ષ 2019માં 62 હતી. જો કે, પાર્ટીએ કેટલાક રાજ્યોમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ભાજપે મધ્યપ્રદેશ (Madhya Pradesh), હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh), ઉત્તરાખંડ, દિલ્હી (DELHI) અને કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન અને નિકોબારમાં ક્લીન સ્વીપ (clean sweep) કર્યું છે.
આ રાજ્યોમાં કર્યું ક્લીન સ્વીપ
લોકસભા ચૂંટણી 2024માં (Lok Sabha Election) ભારતીય જનતા પાર્ટીને (bjp) અપેક્ષા કરતા ઓછી બેઠકો મળી છે. એક્ઝિટ પોલ્સના (exit polls) દાવાઓ પણ ખોટા સાબિત થયા છે. અ્ત્યાર સુધી ભાજપનું NDA ગઠબંધન 300 નો આંકડો પણ પાર કરી શક્યું નથી. જો કે, બીજી તરફ ભાજપ દેશના કેટલાક રાજ્યોમાં ક્લીન સ્વીપ કરવામાં સફળ રહ્યું છે. જણાવી દઈએ કે, બીજેપીએ આ વખતે મધ્યપ્રદેશ (29 બેઠક), દિલ્હી (7 બેઠક), હિમાચલ પ્રદેશ (4), ત્રિપુરા (2), અરૂણાચલ પ્રદેશ (2), ઉત્તરાખંડ (5), આંદામાન અને નિકોબાર (1) માં ક્લીન સ્વીપ કર્યું છે. જો કે, આ પહેલા વર્ષ 2019 ની વાત કરીએ તો ભાજપ પાર્ટીએ 10 રાજ્યોમાં ક્લીન સ્વીપ કર્યું હતું.
MP માં મોહન યાદવની આગેવાનીમાં ક્લીન સ્વીપ
વર્ષ 2019 ની વાત કરીએ સમગ્ર દેશમાં ભાજપે એકલા હાથે 303 બેઠકો જીતી અને 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ક્લીન સ્વીપ કર્યું હતું. જો કે, આ વખતે પાર્ટી કુલ 6 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ક્લીન સ્વીપ (clean sweep) કર્યું છે. સૌથી ચોંકાવનાર રાજ્ય મધ્યપ્રદેશ (Madhya Pradesh) રહ્યું છે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) તમામ 29 લોકસભા બેઠકો જીતી છે. જણાવી દઈએ કે, ડિસેમ્બર 2023 માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પાર્ટીએ 163 બેઠક પર જીત મેળવી હતી અને કોંગ્રેસે (CONGRESS) 66 સીટ જીતી હતી. આ જીત બાદ બીજેપીએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શિવરાજસિંહ ચૌહાણની (Shivraj Singh Chauhan) જગ્યાએ મોહન યાદવને (Mohan Yadav) જવાબદારી સોંપી હતી. મોહન યાદવને રાજ્યની જવાબદારી સંભાળ્યાને માત્ર 6-7 મહિના જ થયા છે. પરંતુ, તેમની આગેવાનીમાં મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે જે નોંધપાત્ર છે.