આજરોજ ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળાં વર્ગના લાભાર્થીઓ સુધી તેનો લાભ અને આવી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને તે અંગેની જાગૃતિ ફેલાવવાના હેતુસર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ના રથનો શુભારંભ કરાવ્યો. આ અવસરે દેશ અને રાજ્યને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું લાભાર્થીઓને વિતરણ કર્યું.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, મેયર શ્રી ભરતભાઈ બારડ,શહેર અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ,શહેર સંગઠન મહામંત્રીશ્રીઓ ,શહેર સંગઠન હોદેદારો, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, ડે. મેયર શ્રી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, શાસક પક્ષ નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, દંડક શ્રીમતી ઉષાબેન બધેકા,નગરસેવકો સહિતના મહાનુભાવો, સ્થાનિક હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં રાષ્ટ્રવ્યાપી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે. સરકારશ્રીની આ ૧૭ જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે ભાવનગરના તમામ વોર્ડમાં ફરશે.