- લગધીરબાપાની રવિવારે વડનગર ગામ ખાતે તેમની અંતિમયાત્રા નીકળી
રાધનપુરના વતની અને વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી Banas Dairy Chairman Shankarbhai Chaudhary ના પિતા લગધીર બાપાનું 102 વર્ષની જૈફ વયે રાધનપુર તાલુકાના વડનગર ખાતે ટુંકી માંદગી બાદ અવસાન થયું છે. તેમની અંતિમવિધિ તેમના વતન રાધનપુરના વડનગર ખાતે કરાઈ હતી.. ત્યારે અનેક રાજકીય આગેવાનો અને સહકારી ક્ષેત્રના આગેવાનો અને કર્મચારી જોડાયા હતા.
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પિતા લગધીર બાપાનું તેમના વતન રાધનપુરના વડનગર ખાતે અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે. ત્યારે વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગનીબેન ઠાકોર, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ બનાસકાંઠા બીજેપીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ વાઘેલા અને બનાસકાંઠા બીજેપીના પ્રભારી કનુભાઈ વ્યાસે એ દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી છે.
લગધીરબાપાની રવિવારે વડનગર ગામ ખાતે તેમની અંતિમયાત્રા નીકળી હતી. લગધીર બાપાનું સમગ્ર જીવન સેવાકીય પ્રવૃતિમાં વ્યતિત કર્યું હતું. તેમનું ઘર આ પંથકમાં આવતા સાધુ સંતોના ઉતારાનું સ્થાન રહેતું હતું. અને તેઓએ પોતાની ખેતીની 10 વીઘા જેટલી જમીન તેમણે વાદીઓને વસાહત માટે દાનમાં આપી છે.
જેમાં આજે પણ 250 થી વધારે વાદી પરિવારો નિવાસ કરે છે. રવિશંકર મહારાજ સાથે મળીને તેમણે કામ કર્યું હતું. દુષ્કાળના સમયમાં આ બનાસકાંઠા Banaskantha પંથકમાં બોરવેલ બનાવડાવી લોકોને પીવાના પાણીની સગવડ કરી આપી હતી. લગધીરબાપા પુજય દતશરણાનંદજી, પૂજય સદારામ બાપાજી, ઉજજનવાડા મંદિરના મહંત, સણાદર મંદિરના પૂજય ક્રિષ્નાનંદજી જેવા સંતોથી આધ્યાત્મિકતાનો નાતો ધરાવતા હતા.
Read More : Ahmedabad : શિવરંજની પાસે લક્ઝરી બસે બાઈકને ટક્કર મારતા યુવતીનું મોત, મંગેતરનો
Bhuj : ભુજમાં નુતન વર્ષને આવકારવા સ્નેહમિલન સમારોહ યોજાયો