- પગાર મામલે યુવાનને હડધુત કરી માર મારવામાં આવ્યો હતો
- મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે
મોરબીની બહુચર્ચિત રાણીબા આખરે મોરબી પોલીસ સામે હાજર થઈ છે. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસે તેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.. તેમજ રાણીબા સહિત ૩ આરોપીઓ પણ પોલીસ સમક્ષ હાજર થયા છે, જોકે, આ કેસનો હજુ એક આરોપી ફરાર છે.
પગાર માટે યુવાનને માર મારવાનો મામલામાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા Lady Done સહિત 12 આરોપીઓ સામે ફરિયાદ થવા પામી હતી. ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે અત્યાર સુધીમાં ફક્ત એક આરોપીની ધરપકડ કરી છે. બાકીના પોલીસ પકડથી દૂર હતા. એટલું જ નહીં, રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં 16 દિવસ કરેલા કામનો પગાર લેવા ગયેલા યુવાનને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યો હતો. યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો
Read More : Bhuj : ભુજમાં નુતન વર્ષને આવકારવા સ્નેહમિલન સમારોહ યોજાયો
મહેસાણાથી પગપાળા જતા શ્રદ્ધાળુને નડયો અકસ્માત, વાહનની ટક્કરે કાકી અને ભત્રીજાનું ઘટના સ્થળે મોત