કોટડા પંચાયત: દીઓદર રેલ્વે ઓવરબ્રિજ પુરો થયા બાદ આદર્શ હાઈસ્કુલ સુધી ખૂબજ ટ્રાફીકની સમસ્યા રહેવા પામતી અને આ આદર્શ ત્રણરસ્તા ઉપર અનેક અકસ્માતો થવા પામેલ. દીઓદર માં પી.આઈ.તરીકે કે.એસ.વિહોલાનું આગમન થતાં વધી રહેલા અકસ્માતોનું કારણ તેમના ધ્યાને આવતાં તેઓ ભાદરવી પૂનમના મેળો પતાવી ગતરોજ તાત્કાલીક વેપારીઓની મીટીંગ બોલાવી સ્વેચ્છાએ દબાણ હટાવવા અપીલ કરેલ અને મુદત પૂર્ણ થતાં આજરોજ દીઓદર હાઈવે વિસ્તારમાં કોટડા દી.ગ્રામ પંચાયતની હદમાં આવતા આ હાઈવે વિસ્તાર માટે તલાટીકમમંત્રી શ્રી તથા તેમની ટીમ સાથે રાખી જી.ઈ.બી. થી આદર્શ હાઈસ્કુલ સુધીનું દબાણ હટાવવાનું ચાલુ કરતાં પ્રજાજનોએ રાહતનો દમ ખેંચેલ. કેટલાક ડોક્ટરો વેપારીઓ, સ્વેચ્છા એ દબાણ ન હટાવતાં તેમના દબાણો જેસીબી થી હટાવવામાં આવેલ.
દીઓદરમાં નવા આવેલા પી.આઈ.કે.એસ.વિહોલા એ પ્રજાની મુશ્કેલીઓ સમજી તથા હાઈવે ઉપર થયેલા અકસ્માતનો લઈ સજાગ બની દબાણ હટાવ ઝુંબેશમાં રસ્તા વચ્ચે આડેધડ ઉભા કરાયેલા કેટલાક મોટા મોટા બોર્ડ પેટ્રોલ પંપ પાસે બનાવેલ ચકરડુ, ભંગારવાળાના દબાણના ગોડાઉનો સહિતના દબાણો હટાવવામાં આવેલ. તેમજ રોડની લાઈન દોરી છાપી તેના માં આવતા તમામ દબાણો હટાવી લેવા સુચનાઓ પણ આપવામાં આવી.
દરમ્યાન દીઓદર પી.આઈ. કે.એસ.બિહોલા એ જણાવેલ કે દીઓદર હાઈવે વિસ્તારની ટ્રાફીકની સમસ્યા ને હલ કરવા દીઓદર તેમજ કોટડા દી.ગ્રામ પંચાયતના સત્તાવાળાઓને સાથે રાખી સંકલન કરી સૌની સંમતિ થી દબાણ હટાવવા ઝુંબેશ ચલાવવામાં આવી છે.
કોટડા (દિ.) ના તલાટી કમંમંત્રી જી.એસ.પ્રજાપતિ એ જણાવેલ કે આજુબાજુના પેરામીટર રોડની હદની અંદર જે દબાણો છે તેના માટે ત્રણ દિવસ પહેલાં મીટીંગ બોલાવી કહેવામાં આવેલ કે જેના અનુસંધાને આજે
પોલીસની સાથે રાખી ૩૫ જેટલા દબાણ હટાવાયા છે.
દબાણ હટાવ ઝુંબેશમાં રસ્તા વચ્ચે આડેધડ ઉભા કરાયેલા કેટલાક મોટા મોટા બોર્ડ…પેટ્રોલ પંપ પાસે બનાવેલ ચકરડુ, ભંગારવાળાના દબાણના ગોડાઉનો સહિતના દબાણો હટાવવામાં આવેલ. તેમજ રોડની લાઈન દોરી છાપી તેના માં આવતા તમામ દબાણો હટાવી લેવા સુચનાઓ પણ આપવામાં આવી છે.