Breaking News : ગુજરાતમાં કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત છે. સોમવારે 11 શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર રહ્યું. આજે પણ તાપમાનના પારો ઉંચકાવાની આગાહી છે. ત્યારે વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ 3 વ્યક્તિના મોત થયા છે. ડિહાઇડ્રેશન, ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વડોદરામાં વધુ 3ના મોત થયા છે. 5 દિવસમાં અત્યારસુધી 19 લોકોના મોત થયા છે. 77 વર્ષના કિશનરાવ દીધે, 39 વર્ષના જગદીશ પટેલ અને 62 વર્ષના કરશન પરમારનું મોત નિપજયું છે. મૃતકોના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ બાદ હકીકત જાણી શકાશે. જેથી સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ ડો રંજન ઐયરે જાગૃતિ માટેનો સંદેશો આપ્યો છે. તેમણે લોકોને ગરમીમાં સવારે 10.30 થી સાંજે 6 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, લોકોએ વધુમાં વધુ છાશ અને પાણી પીવું જોઈએ.
ગુજરાતીઓ માટે ગરમી બની જીવલેણ, છેલ્લા 24 કલાકનો મોતનો આંકડો લાખો લોકોને ફફડાવશે!
હાલમાં ગુજરાતમાં દરરોજ 40 ડિગ્રી તાપમાન સામાન્ય બની ગયું છે. 40થી વધુ તાપમાન જતાં જ હીટવેવની શક્યતાઓ વધી જાય છે. છેલ્લા 10 વર્ષના ડેટા મુજબ હીટવેવથી 30 ટકા મૃત્યુ સામાન્ય મૃત્યુ કરતાં વધી જાય છે. છેલ્લા 3 દિવસથી અમદાવાદની સાથે સાથે અમરેલી, સુરેન્દ્રનગર, કંડલા, ઈડર અને ગાંધીનગરમાં તારમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં ગરમીના કારણે 13 લોકોના મોત થવાનો આંકડો સામે આવ્યો છે.
સુરતમાં 10 લોકોના મોત તો વડોદરામાં 3 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. 2013માં હીટવેવથી 1100 મૃત્યુ થતાં અમદાવાદ પહેલું એવું શહેર બન્યું કે જ્યાં હીટવેવ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો.ભારે ગરમીને કારણે ગુજરાતમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે. લોકોને ગરમીને કારણે તાવ આવવાની ફરિયાદો વધી છે. તો સાથે જ પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યાં છે. લોકોને ગરમીની અસર થવાથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના કોલ પણ વધી ગયા છે. ગુજરાતમાં એમ્બ્યુલન્સ સર્વિસને ગરમીને લગતી વિવિધ બીમારીના ૫૨૯ ઈમરજન્સી કોલ્સમા વધારો થઈ રહ્યો છે.
વડોદરા વિશે વિગતે વાત કરીએ તો 5 દિવસમાં 19 લોકોના મોત થયા છે.
એ જ રીતે વડોદરા વિશે વિગતે વાત કરીએ તો 5 દિવસમાં 19 લોકોના મોત થયા છે. 77 વર્ષના કિશનરાવ દીધે, 39 વર્ષના જગદીશ પટેલ અને 62 વર્ષના કરશન પરમારનું મોત નિપજયું છે. મૃતકોના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ બાદ હકીકત જાણી શકાશે.
પ્રતાપ નગર વુડાનાં મકાનમાં રહેતા 40 વર્ષીય રાજુભાઈ ચંદુભાઈ પરમાર બેભાન થતા સયાજી હોસ્પિટલ ખસેડાયા જ્યાં તબીબો એ મૃય ઘોષિત કર્યા છે.
કિશનવાડીમાં 35 વર્ષીય એમ.આર.કિશનનું મોત થયુ
ખોડિયાર નગરમાં 63 વર્ષીય મુકેશ અધ્યારૂનું મોત થયુ
કિશનવાડી વિસ્તારમાં મેડિકલ રિપ્રેસનટેટિવ તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય કલ્પેશ સોનીને તાવ, ચક્કર, ઉલ્ટી અને ખેંચ આવતા હોસ્પિટલ લઈ જવાયા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ મોડી રાત્રે બેભાન થતા કલ્પેશ સોનીનું મોત નિપજ્યું હતું.
વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ઉપર 60 વર્ષે ગીતાબેન વાઘેલા ને એક ગરમી (Heat)ના કારણે છાતીમાં દુખાવો શ્વાસમાં તકલીફ ચક્કર આવવાથી સયાજી હોસ્પિટલ ખસેડાયા જ્યાં તેમની તબિયત નાજુક હોવાનું તબીબો કહી રહ્યાં છે.
પ્રતાપ નગર વુડાનાં મકાનમાં રહેતા 40 વર્ષીય રાજુભાઈ ચંદુભાઈ પરમાર બેભાન થતા સયાજી હોસ્પિટલ ખસેડાયા જ્યાં તબીબો એ મૃય ઘોષિત કર્યા છે.બીજા બનાવમાં ડભોઇ રોડ ઉપર જલારામ નગરમાં રહેતા 57 વર્ષ ચેતનભાઇ રાઠવા છાતિમાં દુખાવો થતાં હોસ્પિટલ લઈ જતા ત્યાં સારવાર દરમિયાન હાર્ટ અટેકથી મોત થયું.
તરસાલીના શારદા નગરમાં રહેતા 57 વર્ષ કુમાર પાંડે છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેમનું મોત થયું હતું. વાસણા કોતરિયા ગામમાં રહેતા 67 વર્ષે મગનભાઈ કેશુભાઈ રોહિત એકાએક છાતીમાં દુખાવો પડતા હોસ્પિટલ લઈ જતા શંકાસ્પદ હૃદય રોગથી મોત થયું હતુંછાણી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવાનની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જતા શંકાસ્પદ હાર્ટ એટેક (Heart Attack)થી મોત થયુંતરસાલીમાં રહેતા 32 વર્ષીય સંજયભાઈ સોલંકી તેમને ગભરામણ થતાં સયાજી હોસ્પિટલ ખસેડાયા જ્યાં હૃદય રોગથી તેમનું મોત નીપજ્યું
સોમવારે વડોદરા શહેરમાં ગરમી (Heat)ને લગતી બિમારીને લીધે ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. હાર્ટ એટેક (Heart Attack)થી બેના મોત, જ્યારે ડિહાઈડ્રેશનની તકલીફ અને બેભાન થતા બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે