હાલમાં સમગ્ર ભારત અને ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સામાં અનેકગણો વધારો નોંધાયો છે.
ચાલુ વર્ષમાં સૌથી વધુ હાર્ટ એટેકના કેસો સપ્ટેમ્બર માસમાં 451 જેટલા જોવા મળ્યા હતા, અને સૌથી ઓછા કેસો જૂન માસમાં 324 હાર્ટ એટેક કેસો નોંધાયા હતા.
તાજેતરમાં કાંકરેજ તાલુકાના ઝાલમોર ગામના કલ્યાણભાઈ મઘાભાઈ પીલીયાતર (ઉં.વ.50) પોસ્ટ માસ્ટ૨ને ચાલુ નોકરી દરમિયાન ગુરુવારે હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેમનું મોત થયું હતું.
તેમજ પ્રધાનજી ગલાબજી ઠાકોર (ઉં.વ.62) નું પણ હૃદય રોગના હુમલાથી મોત થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયામાં પણ આજ ગામ માં હાર્ટ એટેકના કિસ્સા બનવા પામ્યા છે
તેમજ દિયોદર કોર્ટ માં બેલીમ તરીકે સેવાઓ આપતા એકાદ માસ પૂર્વે વાપી તરફથી બદલી થઇ આવેલ વડગામ તાલુકાના વેસા ના વતની પુનમભાઇ એમ.રાઠોડ ગતરોજ અસર થતાં વતન લઇ જવાતા મરણ પામેલ.