અમદાવાદમાં તા. 25 થી 31 તારીખ સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે “કાંકરિયા કાર્નિવલ 2024” સંપૂર્ણપણ રદ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2024 સુધી કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, સ્ટેન્ડ અપ કોમેડી શો, બેન્ડ પર્ફોર્મન્સ, ડીજે કિયારા, લેસર-ડ્રોન શો, આતશબાજી સહિત અનેક કાર્યક્રમો યોજવાના હતા, પરંતુ પૂર્વ પીએમ મનમોહનસિંહના નિધનના કારણે હવે તે રદ કરવામાં આવ્યો છે.
ગત રાતે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડો મનમોહન સિંહનું નિધન થયું છે. કેન્દ્ર સરકારે તેમના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલના આજના તમામ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ કાર્નિવલ રદ્દ કરવા અંગે કોર્પોરેશન દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડો.મનમોહન સિંહના ગઈ રાત્રે થયેલા અવસાન અંગે સદગતના સન્માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષી તા.૨૭ ડિસેમ્બરે શુક્રવારે યોજાનારા મુખ્યમંત્રીના બધા જ કાર્યક્રમો રદ કરાયા છે. તો બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જોકે, કાર્નિવલ ઉપરાંત તા. 1 જાન્યુઆરીનાં રોજ ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતું સાત દિવસનાં રાષ્ટ્રીય શોકને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શો તા. 3 જાન્યુઆનાં આસપાસ રોજ ખુલ્લો મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા નિર્ણયો લેવાયા છે
7 દિવસ માટે કરાયું હતું કાર્નિવલનું આયોજન
અમદાવાદ શહેરનાં કાંકરિયા ખાતે આજથી કાંકરિયા કાર્નિવલ મહોત્સવનો પ્રારંભ થનાર છે. ત્યારે તા. 25 ડિસેમ્બરથી તા. 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલનો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે. 7 દિવસ સુધી ચાલનારા આ કાંકરિયા કાર્નિવલમાં અનેક સાંસ્કૃતિક અને મનોરંજનનાં કાર્યક્રમ યોજાનાર છે. તેમજ આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં 25 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતાઓ છે. તેમજ કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પાંચ હજાર કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો 25 ડિસેમ્બરથી પ્રારંભ થયો હતો. 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વખતે વસુધૈવ કુંટુંમ્બકમ-એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. તો રાત્રે વિકસિત ભારત સંકલ્પ થીમ પર લેસર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંકરિયા કાર્નિવલમાં આ વર્ષે લેસર શો,ડ્રોન શો અને લાઈટીંગ શો આકર્ષણનું કેન્દ્ર રહેવાના હતા.