જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાનો મેયર ગીતાબેન પરમારે રીબીન કાપી અને કલેક્ટર અનિલ રાણાવસિયા એ શ્રીફળ વધેરી હરિ ગીરીજી બાપુ, ઈન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી મહારાજ, સહિતના સંતોની ઉપસ્થિતિમાં વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. જો કે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા એક દિવસ પહેલા જ ગિરનારનો પ્રવેશ ગેટ ખોલવામાં આવ્યો હતો અને હજારો ભાવિકોએ પરિક્રમા રૂટ પર એન્ટ્રી લીધી હતી. 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો ઉમટ્યા હતા. ભક્તોમા ગિરનારની લીલી પરિક્રમાને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ છે.
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાનો મેયર ગીતાબેન પરમારે રીબીન કાપી અને કલેક્ટર અનિલ રાણાવસિયા એ શ્રીફળ વધેરી હરિ ગીરીજી બાપુ, ઈન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી મહારાજ, સહિતના સંતોની ઉપસ્થિતિમાં વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આ પૂર્વે ભગવાન ગુરુ દત્તાત્રેયનું ગુરુદત્તાત્રેનું શાસ્ત્રોકત પૂજન કરવામાં આવ્યું હતું. પરિક્રમાના વિધિવત પ્રારંભ બાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી.જયારે પરિક્રમા વિધિવત શરૂૂ થાય તે પહેલા જ લાખો ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી હતી તેમજ પરિક્રમા ના પ્રથમ દિવસે જ નવ લાખથી વધુ યાત્રિકોએ પરિક્રમા પૂર્ણ કરી હતી.