મધ્ય ગુજરાતમાં હાલ પડી રહેલ કડકડતી ઠંડી વચ્ચે આજે વહેલી સવારે વીજળીના કડાકા સાથે અનેક પંથકોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાનની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ પંચમહાલ, દાહોદ અને સુરતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું કમોસમી વરસાદી માહોલ જામતા ઠંડીમાં એકાએક વધારો થતા વહેલી સવારે કામ-ધંધાર્થે નીકળેલા લોકોને ગરમ વસ્ત્રો સાથે રેઇન કોટ પણ પહેરીને નીકળવાની ફરજ પડી હતી. જયારે 24 કલાકમાં વરસાદની આગાહી કરાઇ છે
વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ભરૂચ સહીત વડોદરા શહેર અને જિલ્લાના ડભોઇ, કરજણ, સાવલી, શિનોર, વાઘોડિયા સહીત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો છે જયારે શિયાળુ પાકને નુકસાન થવાનું અનુમાન સેવાઈ રહ્યું છે
હવામાન વિભાએ જણાવ્યું છે આગામી 24 કલાકમાં ગુજરાતનાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે