કોરોનાના રક્ષણનું જેને એકમાત્ર શસ્ત્ર માનવામાં આવે છે તેવી વેક્સીન માટે દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી હસ્તકની એક કંપનીએ પણ ઝંપલાવ્યું છે. અને દેશના લોકો માટે સારા સમાચાર એ છે કે આ કંપનીને વેક્સીનની કલીનિકલ ટ્રાયલ માટે મંજૂરી પણ મળી ગઇ છે. દેશમાં અત્યાર સુધીમાં 6 કંપનીઓને વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે.
મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ગ્રુપે હવે કોરોના વાયરસના બચાવ માટે વેક્સીન ઉત્પાદનની દિશામાં પણ પગલું માંડી દીધું છે. રિલાયન્સ લાઇફ સાયન્સે કોરોનાના રક્ષણ માટે બે ડોઝ વાળી વેક્સીન વિકસિત કરી છે. રિલાયન્સ લાઇફ સાયન્સે વેક્સીનના કલીનિકલ ટ્રાયલ માટે કેન્દ્ર સરકારને અરજી કરી હતી.
ભારતની ડ્રગ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રિલાયન્સ લાઇફ સાયન્સની ડબલ ડોઝ વેક્સીનની કલીનિકલ ટ્રાયલને મંજૂરીની મહોર મારી દીધી છે. રિલાયન્સ લાઇફ સાયન્સની કોરોના વેક્સીનના ફર્સ્ટ ફેઝને કલીનિકલ ટ્રાયલની મંજૂરી આપવાનો નિર્ણય ગુરુવારે Subject Expert Committee(SEC)ની મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.
SECની બેઠકમાં રિલાયન્સ લાઇફ સાયન્સની અરજીની સમીક્ષા કરવામાં આવી હતી એ પછી મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.કોઇ પણ વેક્સીનના પહેલાં ફેઝના કલીનિકલ ટ્રાયલનો ઉદેશ્ય મેક્સિમમ ટોલરેટેડ ડોઝ (MTD) નક્કી કરવા માટે વેક્સીનની સુરક્ષા, સહનશીલતા, ફાર્મા કોકાઇનોટિક્સ અને ડ્રગ ક્રિયાની પધ્ધતિ વિશે સચોટ જાણકારી મેળવવાનો હોય છે.
દેશમાં અત્યાર સુધીમાં 6 કોરોના વેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી છે. જેમાં સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સીન, રશિયાની સ્પૂતનિક V. અમેરિકાની મોડર્ના, જોનસન એન્ડ જોનસન, ઝાયડસ કેડિલાની વેક્સીન સામેલ છે. દેશમાં કોરોના વેક્સીનની રફતારને વેગ આપવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે.
તમને બધાને યાદ જ હશે કે હજુ થોડા દિવસ પહેલા ગુજરાતની ઝાયડસ કેડિલા કંપનીને પણ ડ્રગ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.ઝાયડસની આ વેક્સીન તો 12થી 18 વર્ષની વયના લોકોને પણ આપવાની છે. જો કે કેડિલાની વેક્સીનના 3 ડોઝ હશે.
રિલાયન્સ લાઇફ સાયન્સની વેકસીનની સાથે આમ જોવા જઇએ તો ત્રીજી સ્વદેશી વેક્સીન હશે. આ પહેલાં ભારત બાયોટેકની કોવેક્સિન, ઝાયડસ કેડિલા અને હવે રિલાયન્સ લાઇફ સાયન્સની વેક્સીન. સરકાર સ્વદેશી કંપનીઓને પણ કોરોના વેક્સીન માટે પ્રોત્સાહન આપી રહી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268