Ahmedabad Double Decker Bus : જૂના અમદાવાદ ને પ્રેમ કરતાં લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સુવિધા શરૂ કરવામાં આવી હતી ડબલ ડેકર બસ. હા આ એજ ડબલ ડેકર બસ છે જે કેટલાક લોકો નો પ્રથમ પ્રેમ હતો, આપણા માંથી કેટલાય લોકો એ બાળપણ માં અમદાવાદ માં ડબલ ડેકર બસ ની મજા માણી હશે. અને વેકેશન ના સમય માં તો આ સુવિધા એક હરતું ફરતું નજરાણું હતું જેને જોઈ ને પણ લોકો મોજ માં આવી જતાં.
AMC દ્વારા ૭ જેટલી ઇલેક્ટ્રિક બસો થી ચાલતી સુવિધા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા હાલ માં વાસણાથી ચાંદખેડાના રૂટ પર ડબલ ડેકર બસ ચલાવી રહી છે. આ રુટ પાર ૭ જેટલી ઇલેક્ટ્રિક બસો થી આ સુવિધા ચાલી રહી છે પરતું AMTS દ્વારા પર્યાવરણ અને મુસાફરોની સવલતને ધ્યાને રાખી એક મોટો નિર્ણય લીધો છે.
આ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની લોકપ્રિયતા અને પર્યાવરણ સુધારણાને ધ્યાને રાખી નવી 60 જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ અમદાવાદ માં વિવિધ રુટ પર દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રજાના પૈસે ૭ બસો તો કોન્ટ્રાકટરો ને સોંપાઈ હવે ૬૦ બીજી પણ
તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા અમદાવાદમાં Electric Double Decker Bus શરૂઆત કરાઇ હતી. જેમાં હાલમાં સાત જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ લાવવામાં આવી છે અને તે ખાનગી ઓપરેટરોને સોંપી દેવાઇ છે. આવી સ્થિતિમાં બીજી નવી 60 ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આવનાર છે અને તે પણ ખાનગી ઓપરેટરોને જ ચલાવવા અપાશે કે કેમ તે મોટો સવાલ છે ?
અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં ડબલ ડેકર બસની સોગાત
અમદાવાદના વિવિધ વિસ્તારો માં 60 જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ થી વિવિધ રુટ પર ડબલ ડેકર બસની સોગાત તો ચુંટણી પહેલા મળશે. અને આ સુવિધા નો લોકો વેકેશન માં ભરપૂર લાભ પણ લેશે