ઝાલોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી દ્વારા શહેરી વિસ્તારમાં તથા શહેરી વિસ્તારમાં આવેલ પશુ માલિકોને તાકીદ કરવામાં આવે છે કે, શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ અંગે ગુજરાત સરકારશ્રી દ્વારા માર્ગદર્શિકા-૨૦૨૩ બહાર પાડવામાં આવેલ છે.
જે અંતર્ગત શહેરી વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસને નિયંત્રણમાં રાખવા. તેમજ જાહેર જનતાને પડતી ગંભીર સમસ્યા દુર કરવા જરૂરી સૂચના આપેલ છે. જે સંદર્ભમાં દરેક પશુમાલિકોએ પોતાના પશુઓ રસ્તા ઉપર કે જાહેર સ્થળો ઉપર ખુલ્લા છોડી દેવા નહિ. દરેક પોતાના પશુઓ પોતાની જગ્યામાં કબ્જે રાખવા અન્યથા ઝાલોદ નગરપાલિકા અને ઝાલોદ પોલીસ સ્ટાફની મદદથી પશુ માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
તેમજ પોલીસ કેસ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવી. હાલમાં રખડતા પશુઓને ઝાલોદ પાલિકા દ્વારા ઝાલોદ નગરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓને કબજે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે