ઓલીયા દેવ તરીકે પુજાતા પૂજ્ય જલારામ બાપાની રર૪ મી જન્મ જયંતિ ની દીઓદર મધ્યે ભવ્ય ઉજવણી જલારામ યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ.
સવારે સૌ લોહાણા પરિવારજનોનું જલારામ મદિર મધ્યે આગમન થયેલ.
જ્યાં પૂજ્ય બાપાની આરતી પૂજન સૌએ ભાવપૂર્વક કરેલ. ત્યારબાદ સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયેલ જેમાં લોહાણા સમાજના વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા બાળકો તથા વ્યક્તિઓ ને ૧ થી ર નંબર આપી બહુમાન કરવામાં આવેલ.
ત્યારબાદ જલામબાપા ને ધરાવેલ અન્નફુટની પ્રસાદી સૌએ લીધેલ. બાદમાં સૌએ ભોજનપ્રસાદનો લાભ લીધેલ.
ભોજનનો લાભ નીપાબેન પ્રકાશભાઈ કથેરા પરિવારે લીધેલ.
ભોજન પ્રસાદ બાદ ભવ્ય શોભાયાત્રા દીઓદરના રાજમાર્ગ ઉપર નીકળેલ. જેમાં બગીમાં વિવિધ લાભાર્થી પરિવારો નાં બાળકોએ ભગવાન શ્રીરામ, શંકરભગવાન સહિતની વેશભુષા ધારણ કરી ઝાંખી રજુ કરેલ.
દીઓદર ની બજાર માં શોભાયાત્રા નું સૌએ ભવ્ય સ્વાગત કરેલ અને જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવેલ.
શોભાયાત્રા જલારામ મંદિરે ગયેલ જ્યાં આરતી પૂજન વગેરે યોજાયેલ.
બાદમાં સાંજનો ભોજન પ્રસાદ યોજાયેલ જેનો લાભ ચંપકલાલ ચમનલાલ હ.ભુપેન્દ્રભાઈ પરિવારે લીધેલ.
આ પૂર્વે સમિતિ દ્વારા દિયોદરના તમામ ઘરોમાં ગાંઠીયા બુંદીની પ્રસાદી આપવામાં આવેલ.