Jain News : જૈન સમાજ માં તપનનું ઘણું મહત્વ છે અને ગામે ગામ આયંબિલ તપ નો ડંકો વગાડનારા પૂજ્ય ભક્તિ સૂરિજી દાદા ની પાટ પરંપરા એ સમુદાયના ગૌરવ એવા તપ સમ્રાટ, ભીષ્મ તપસ્વી, વચન સિદ્ધ પૂજ્ય આચાર્ય શ્રી શાંતીચંદ્ર સુરીશ્વરજી મહારાજા ગચ્છાધિપતિ બન્યા ત્યારે જૈન સમાજ માં અનોખો આનંદ છવાયો હતો પરંતુ ગુરુ ભક્તો નો આ આનંદ લાંબો ટક્યો નહીં.
તપ સમ્રાટ, ભીષ્મ તપસ્વી, વચન સિદ્ધ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી શાંતીચંદ્ર સુરીશ્વરજી મહારાજા ગચ્છાધિપતિ બન્યા એના 6 મહિના ના ટૂંકા ગાળામાં કાળધર્મ પામ્યા.
પૂજ્ય તપ સમ્રાટ કાળધર્મ પામ્યા એ દિવસે પણ એમને એકાસણા ની આરાધાના કરેલ અને પડીલેણ વગેરે કાર્યો પોતેજ કરેલા અને સંપૂર્ણ સમાધિ સાથે નમસ્કાર મહા મંત્ર નું સ્મરણ કરતાં પ્રભુ શરણે વિદાય લીધી.
ગત રોજ ગુરુભક્તો માટે આઘાતજનક એવી એ ઘટના ને 1 વર્ષ પૂર્ણ થયું.
ભીષ્મ તપસ્વી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી શાંતીચંદ્ર સુરીશ્વરજી મહારાજા ના શિષ્ય પ્રવર્તક પૂજ્ય મુનીરાજ શ્રી કલ્પરત્ન વિજયજી મહારાજ સાહેબની પ્રેરણા થી વચન સિદ્ધ પૂજ્ય ગુરુદેવ ની પ્રથમ વાર્ષિક પૂણ્યતીથીએ ગુરૂૠણ સ્મૃતિના અવસરે ત્રિ-દિવસીય મહોત્સવ યોજાયો
પૂજ્ય ભક્તિ સુરીજી સમુદાયના શાસનપ્રભાવક ગચ્છનાયક પૂજય ડૉક્ટર આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા ગુરૂપ્રેમના આજીવન ચરણોપાસક ગચ્છાધિપતિ પૂજય આચાર્ય શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી (કે.સી.) મહારાજા ની આજ્ઞા થી ગુરૂૠણ સ્મૃતિ મહોત્સવ યોજાયો
તેમજ શાસન પ્રભાવક પરમ પૂજ્ય આચાર્ય શ્રી કલ્પેન્દ્રસૂરીશ્વરજી મહારાજા અને પૂજ્યશ્રીના પરમ કૃપાપાત્ર શિષ્ય પ્રવર્તક પૂજ્ય મૂનિરાજ શ્રી કલ્પરત્ન વિજય મહારાજ સાહેબ આદિ શ્રમણ-શ્રમણી વૃંદ ની પાવનકારી નિશ્રા માં તારીખ ૧૯ ડિસેમ્બર થી ર૧ ડિસેમ્બર દરમ્યાન ગુરૂૠણ સ્મૃતિના અવસરે ત્રિ-દિવસીય મહોત્સવ યોજાયો.
આ પ્રસંગે સમુદાય ના લબ્ધિગુરૂકૃપાપાત્ર પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્નસૂરીશ્વરજી મહારાજા (ધાકડી), ગુરૂકલ્પકૃપાપાત્ર પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્નસૂરીશ્વરજી મહારાજા (રૂની), સરળ સ્વભાવી પૂજ્ય આચાર્ય શ્રી મહાનંદસૂરીશ્વરજી મહારાજા, પૂજય પંન્યાસપ્રવર ડો.અરૂણવિજયજી મહારાજ સાહેબ, પૂજય પંન્યાસપ્રવર ભક્તિરત્નવિજયજી મહારાજ સાહેબ, પૂજય પંન્યાસપ્રવર પ્રશાંતશેખરવિજયજી મહારાજ સાહેબ, પૂજય પંન્યાસપ્રવર કુલદર્શનવિજયજી મહારાજ સાહેબ, માણીભદ્રવીર મહાસાધક પૂજ્ય મુનીરાજ શ્રી વિદ્યાચંદ્રવિજયજી મહારાજ સાહેબ આદિ અનેક ગુરુ ભગવંતો એ પૂજ્ય ગુરુદેવના ગુણો ને યાદ કરી શુભકામનાઓ વર્ષાવેલ.
પૂજ્ય ગુરુદેવ ની અંતિમ ભૂમિ એવા શ્રી આનંદનગર જૈન સંઘ સેટેલાઈટ અમદાવાદ ના આંગણે તપસમ્રાટ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રથમ વાર્ષિક પૂણ્યતીથીએ ગુરૂૠણ સ્મૃતિના અવસરે ત્રિ-દિવસીય મહોત્સવ પૂજ્ય આચાર્ય શ્રી કલ્પેન્દ્રસૂરીજી મહારાજા, પૂજ્ય ગચ્છાધિપતિના શિષ્ય પ્રવર્તક પૂજ્ય મુનીરાજ શ્રી કલ્પરત્ન વિજયજી મહારાજ સાહેબ આદી ઠાણા સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં તારીખ ૧૯ ડિસેમ્બર થી ર૧ ડિસેમ્બર દરમ્યાન યોજાયો
તારીખ 19 ડિસેમ્બર ના રોજ પૂજ્ય ગુરૂભગવંતોનું સામૈયા સહ પ્રવેશ થયેલ બાદમાં જીનાલયમાં ભવ્ય સ્નાત્ર મહોત્સવ યોજાયેલ.
તારીખ 20 ડિસેમ્બર ના રોજ સવારે પૂજ્ય આચાર્ય શ્રી કલ્પેન્દ્રસૂરીજી મહારાજા, પૂજ્ય ગચ્છાધિપતિના શિષ્ય પ્રવર્તક પૂજ્ય મુનીરાજ શ્રી કલ્પરત્ન વિજયજી મહારાજ સાહેબ આદી ઠાણા સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ગુણાનુવાદ સભા યોજાયેલ.
જેમાં વિવિધ ગુરુભક્તો તેમજ વક્તાઓ એ પૂજ્યશ્રીના શાસન પ્રભાવક કાર્યોને ઉજાગર કરેલ.
આ પ્રસંગે સભા નું સુચારું સંચાલન પંડિતવર્ય હિતેશભાઈ ડોસલિયા એ કરેલ તેમજ કૃણાલ સુરાણીના સુમધુર સંગીતના તાલ સાથે પૂજ્યશ્રીના ગુણોની સંવેદના પ્રગટ કરેલ. આ પ્રસંગે શ્રી સંઘ ના મુમુક્ષુ રસીલાબેનનું સન્માન કરવામાં આવેલ. બાદમાં પધારેલ સર્વેની સાધર્મિક ભક્તિ યોજાયેલ.
આ પ્રસંગે અનેક ગુરુભક્તો ઉપસ્થિત રહ્યા અને ગુરુદેવના સંસ્મરણોમાં ભીંજાયેલ.
તારીખ 21 ડિસેમ્બર ના રોજ શ્રી શાંતિનાથ પરમાત્મા ના શ્રી વર્ધમાન શક્રસ્તવ અભિષેક યોજાયેલ. જેમાં મોટી સંખ્યામાં ગુરુભક્તો ઉમટેલ અને પૂજ્ય ગુરુદેવ ને યાદ કરી સંગીત ના તાલ સાથે પરમાત્મા ના ભવ્ય શક્રસ્તવ અભિષેક કરેલ. સંપૂર્ણ જિનાલય ગુરુભક્તો થી ખીચોખીચ ભરેલ હતું ને પરમાત્મા ને સુગંધિત પુષ્પો થી વર્ષા કરેલ. પરમાત્મા ના શ્રી વર્ધમાન શક્રસ્તવ અભિષેક બાદમાં પધારેલ સર્વેની નવકારશી યોજાયેલ.
તપસમ્રાટ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રથમ વાર્ષિક પૂણ્યતીથીએ ગુરૂૠણ સ્મૃતિના અવસરે ત્રિ-દિવસીય મહોત્સવ માં પ્રતિદિન પરમાત્માને ભવ્ય અંગરચનાઓ થયેલ તેમજ ભવ્ય મહાપૂજાના દર્શન કરી સૌએ ધન્યતા અનુભવેલ.
તપ સમ્રાટ, ભીષ્મ તપસ્વી, વચન સિદ્ધ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી શાંતીચંદ્ર સુરીશ્વરજી મહારાજાનો ગુણ વૈભવ
ગુરુદેવની ઉંમર 75 વર્ષ હતી અને સંયમ પર્યાય 54 વર્ષનો હતો. તેઓ પરમ આચાર સંપન્ન હતા. આજીવન લીલોતરી ત્યાગ, આજીવન ફ્રૂટ નો ત્યાગ, આજીવન આખા ધાનનો ત્યાગ, 36 ઉપવાસની આરાધના 22 વખત, 500 આયંબિલની આરાધના, વર્ધમાન તપની 72 ઓળી વિ. અનેક વિધ તપ તેઓએ જીવનમાં આદર્યા હતા.
પૂજ્ય શ્રી એ ગચ્છાધિપતિ પદે બિરાજમાન થયા ત્યારે પણ 36 ઉપવાસ ની આરાધના કરેલ. પૂજ્ય શ્રી ગચ્છાધીપતિ પદ જેવા વિશિષ્ટ પદ પર બિરાજમાન હતા છતાં પણ અનાશક્ત અને નિર્લેપ હતાં. નિષ્ણુહતા તેમનો અદ્દભુત ગુણ હતો. કાળધર્મના દિવસે પણ એમને એકાસણું હતું અને જાપ મુદ્રામાં હતા.
પૂજ્ય ગુરુદેવ નો તપ વૈભવ
તપસ્વી ગુરુ ભગવન્ત ના જીવન ની ઝલક
- ૩૬ ઉપવાસ – ૩૨ વખત
- અઠ્ઠાઈ- ૬૦ (લગભગ પર્યુષણ મા અઠ્ઠાઈ
- ૫૨ વર્ષ ના દીક્ષા પર્યાય મા પર વર્ષ થી લીલોતરી ત્યાગ
- દીક્ષા લીધી ત્યારથી બધાજ ફ્રૂટ નો ત્યાગ (માત્ર કેળા ની છૂટી)
- દીક્ષા લીધી ત્યારથી મગ સીવાય નુ તમામ આખું ધાન ત્યાગ
- સિદ્ધિતપ- ૧ વખત (બેસણા ને બદલે એમાં પણ આયંબિલ અને એમાં પણ માત્ર ભાત જ વાપરવાના )
- ૫૦૦ આયંબિલ -૧ વખત
- આયંબિલ ની ૭૨ ઓળી પૂર્ણ
- ૫૨ વર્ષ થી અખંડ ચૈત્ર તથા આસો માસ ની ઓળી
- આયંબિલ મા પણ ખાવાની કોઈ લાલસા નઈ માત્ર મર્યાદિત દ્રવ્યો
- જયારે જયારે તપ નુ પારણું હોય ત્યારે એ પારણું કાતો આયંબિલ થી થાય કાતો એકસણા થી થાય ક્યારેય છુટ્ટુના હોય
- અત્યાર સુધી ના ચારિત્ર જીવન મા કાયમી ઓછામાં ઓછો એકસણા નો તપ
આવા અનાશક્ત અને નિર્લેપ યોગી તપ સમ્રાટ, ભીષ્મ તપસ્વી, વચન સિદ્ધ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી શાંતીચંદ્ર સુરીશ્વરજી મહારાજા ના ચરણો માં કોટિ કોટિ વંદના
તપસમ્રાટ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રથમ વાર્ષિક પૂણ્યતીથીએ ગુરૂૠણ સ્મૃતિના અવસરે ત્રિ-દિવસીય મહોત્સવના
મુખ્ય લાભાર્થી
- શ્રી આનંદ-ભક્તિ શ્વે.મૂ.પૂ.જૈન સંઘ,આનંદનગર, સેટેલાઈટ, અમદાવાદ
- શ્રી કુંથુનાથ શ્વે.મૂ.પૂ.તપાગચ્છ જૈન સંઘ શાંતાક્રુઝ (વેસ્ટ), મુંબઈ
- શ્રી જય વિમલ નમિનાથ આરાધક જૈન સંઘ – કંચનભૂમિ તેમજ કાંકરેજી સમાજ – કંચનભૂમિ
સહ લાભાર્થી
૧) વિરાબેન વિરમભાઈ દેવશી રીટા – દાદર, મુંબઈ
૨) કલ્પનાબેન કાંતીલાલ જાગાણી – શાંતાક્રુઝ, મુંબઈ
આયોજક
૧) પ્રેમીલાબેન વિનોદલાલ સોની પરીવાર
૨) જયંતિલાલ બાપુલાલ વેલાણી પરીવાર
૩) ભરતભાઈ રૂપચંદજી ઓસ્તવાલ,દિગ્રસ – મહારાષ્ટ્ર
૪) કાજલબેન કાન્તીલાલ દોશી, ઘાટકોપર
૫) ચંપાદેવી મુલચંદજી આકોલી, રાજસ્થાન હાલ – બેંગ્લોર
૬) જ્યોત્સનાબેન વિનોદભાઈ ઝાલમોરા – નાકોડા ગૃપ
૭) વર્ષાબેન કેશવજી કારીયા મનફરા (કચ્છ) હાલ મલાડ
૮) શાંતિલાલ કાનજી મહેતા નખત્રણા (કચ્છ)
૯) બાપુલાલ મોહનલાલ ભોટાણી પરીવાર
૧૦) મહેશભાઈ જટાશંકર શાહ – વાંકાનેર (હાલ ઘાટકોપર)
૧૧) શ્રી શાંતિબાઈ કિશોરચન્દ્ર વર્ધન ટ્રસ્ટશ્રી શાંતિસુધાપાર્ક જૈનસંઘ, ઘાટકોપર (ઈસ્ટ)
૧૨) તારક મહેતા અને રાજુલ મહેતા (યુ.એસ.એ.)
સહ આયોજક
૧) રમેશકુમાર પોપટલાલ વેલાણી પરીવાર
૨) ડાહ્યાલાલ ચીમનલાલ શાહ – મણીનગર
૩) માતૃશ્રી હેમલત્તાબેન છગનલાલ (વિથોણ) વડોદરા
૪) કેસરબેન જયંતિલાલ રૂપસિંહભાઈ વોરા પરીવાર હ.કમલેશભાઈ
૫) વીર ની હીર પરીવાર
એ લાભ લીધેલ.