Jain Samachar: પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયવર્તી પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તીની વડીલ સુદીર્ઘ સંયમ પર્યાયી પરમ પૂજ્ય બાલ બ્રહ્મચારી પૂજ્ય સાધ્વીજી શ્રી પુણ્યપ્રભાશ્રીજી મહારાજ સાહેબ સંવત 2081 માગસર સુદ તેરસ, શુક્રવાર, તારીખ 13/12/2024 ના બપોરે 12:06 કલાકે સમાધિપૂર્વક બોરીજ (ગાંધીનગર) મુકામે કાળ ધર્મ પામ્યા.
બાલ બ્રહ્મચારી પૂજ્ય સાધ્વીજી શ્રી પુણ્યપ્રભાશ્રીજી મહારાજ સાહેબ બોરીજ તીર્થ (ગાંધીનગર) Gandhinagar (Borij Jain Tirth )ખાતે નાદુરસ્ત તબિયત ને લઈને સ્થિર વાસમાં હતા જ્યાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજયસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ચતુર્વિધ સંઘની હાજરીમાં સ્વમુખે અરિહંત નું સ્મરણ કરતા સમાધિપૂર્વક મુકામે કાળ ધર્મ પામ્યા છે.
પૂજ્યશ્રીની પાલખી ની વિગત જણાવીએ તો
તારીખ 14/12/2024 શનિવાર ના રોજ
ચઢાવા સવારે 7:00 કલાકે યોજાશે
ત્યાર બાદ પાલખી સવારે 8:00 કલાકે
શ્રી વિશ્વમૈત્રી ધામ બોરીજ જૈન તીર્થ ગાંધીનગર મધ્યેથી નીકળશે અને બોરીજ ગામના નદી કિનારે અગ્નિદાહ આપવામાં આવશે
પૂજ્યશ્રીની જીવન જરમર
સંસારી નામ – પુષ્પાબેન
જન્મ સ્થળ – જામનગર
ઉંમર – ૮૫ વર્ષ
દીક્ષા પર્યાય – 76 વર્ષ
દીક્ષા – સંવત 2005 માગશર સુદ છઠ
સમુદાય : પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
ગુરુજીનું નામ – પૂજ્ય સાધ્વીજી શ્રી જયપ્રભાશ્રીજી મહારાજ સાહેબ
શ્રમણી નામ – સાધ્વીજી શ્રી પુણ્યપ્રભાશ્રીજી મહારાજ સાહેબ punyprabhashriji ms