Jain News : સુરત નગરે વસવાટ કરતા શ્રી કાંકરેજી દશાશ્રીમાળી બેતાલીસી જૈનસમાજ સુરત દ્વારા તા.પ મેના રોજ સંજીવકુમાર ઓડોટેરીયમ પાલ મધ્યે ટેલેન્ટ શો નું આયોજન કરવામાં આવેલ.
સમાજના બાળકો, યુવાનો, બહેનો, યુવાનો, બહેનોએ પોતાના કૌવતની ઝાંખી કરાવી
સૌ પરિવારજનોનું આગમન થયેલ. બાદમાં સમાજના પ્રમુખ દિપકભાઈ એ સૌને આવકારેલ.મંત્રી અશોકભાઈ એ ટેલેન્ટ શો થી સૌને અવગત કરાયેલ. ઉપસ્થિત મહાનુભાવો દાતાઓ, કારોબારી સભ્યોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.
બાદમાં સૌ સમાજના બાળકો, યુવાનો, બહેનો, યુવાનો, બહેનોએ પોતાનામાં કેટલું કૌવત છે. તેની પ્રતિભાની ઝાંખી કરાવતાં સૌએ વધાવી લીધેલ.
સમાજના ધો.૧ થી ૧ર ના ત્રણ-ત્રણ ઉચ્ચ ગુણ મેળવનારનું બહુમાન
બાદમાં યોજાયેલા સમારોહમાં સમાજના ધો.૧ થી ૧ર ના ત્રણ-ત્રણ ઉચ્ચ ગુણ મેળવનારનું બહુમાન કરવામાં આવેલ.
તેમજ ટેલેન્ટ શોમા ઉચ્ચ પ્રતિભા રજુ કરનાર નીલ અતુલભાઈ શેઠ, હેલી શૈલેષભાઈ શાહ, કાન્સુ મિતલભાઈ ધાણધારાની ૧ થી ૩ નંબરમાં સન્માનીત કરાયેલ.
કાંકરેજી સમાજમાં વિવિધ ડીગ્રી પ્રાપ્ત કરનાર નું બહુમાન
કાંકરેજી સમાજમાં ગતવર્ષમાં વિવિધ ડીગ્રી પ્રાપ્ત કરનાર નું બહુમાન સમાજ દ્વારા કરવામાં આવેલ.જેમાં સી.એ.૩, એમ.બી.બી.એસ.-૪, એમ.બી.એ., સીવીલ એન્જીનીયર, ઈલેક્ટ્રીક એન્જીનીયર, એમ.એ.સી.ના એક એક યુવાનનો સમાવેશ થયેલ.
સમાજના વડીલો, હોદેદારો ના માર્ગદર્શન સહ યુવા કમીટીએ સુંદર આયોજન કરી સૌ સમાજજનો એ પ્રોત્સાહિત સહ આનંદિત કરેલ