Jain News : રાજનગરની ધન્યધરાએ જૈન મરચન્ટ સોસાયટી પાલડીના આંગણે આકાર પામનાર શ્રી નીતિ-હેમ વાત્સલ્યધામ, શ્રમણી વિહાર વૈયાવચ્ચ ધામ ની સ્ક્રીમ ઈનોગ્રેશન (વીમોચન) સહ વિવિધ યોજના ઓના આદેશોત્સવ નો કાર્યક્રમ ઝાલાવાડ હોલ મધ્યે યોજાયો. આ આદેશોત્સવ ગિરનાર તિર્થોધ્ધારક પૂજ્ય આચાર્ય વિજય શ્રી નિતિસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપાથી જીરાવલાતીર્થ મુખ્ય પ્રતિષ્ઠાચાર્ય.
નિકટભવ મોક્ષગામી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય વિજય શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ થી કાંકરેજી જૈન સમાજરત્ન પૂજ્ય આચાર્ય શ્રી મુક્તિનિલય સૂરીશ્વરજી મ.સા., પ.પૂ.મૂનિરાજ શ્રી આત્મપ્રભ વિજયજી મ. સા. આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં તારીખ ર૧ એપ્રિલ શ્રી મહાવીરસ્વામી જન્મકલ્યાણક તથા શ્રી સીમંધર સ્વામી કેવળજ્ઞાન કલ્યાણક ના મહામંગલકારી દિવસે યોજવામાં આવેલ.
શ્રી નીતિ-હેમ વાત્સલ્યધામ, શ્રમણી વિહાર વૈયાવચ્ચ ધામ ની વિવિધ યોજનાઓના આદેશોત્સવ
તારીખ ર૧ એપ્રિલ સવારે પૂજ્ય ગુરૂભગવંતો તથા કાંકરેજી સમાજજનો તથા ગુરૂભક્તોનો ભવ્ય પ્રવેશ સહ આગમન થયેલ. પધારેલા સૌનું રૂા.૧૦ ના સંઘ પૂજન સહ કંકુતિલક થી આવકારેલ. બાદમાં હાર્દિક શાહે સંગીતના સથવારે ગુરૂવંદના કરાવી કાર્યક્રમનો શુભારંભ થયેલ. પૂજ્ય ગુરૂભગવંતોએ અમદાવાદના આંગણે નિર્માણ પામનાર શ્રમણી વિહારમાં સૌને ઉત્સાહભેર લાભ લઈ પૂન્ય ઉપાર્જન કરવા પ્રેરણા આપેલ. પધારેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. બાદમાં યોજાનાર ચડાવા માટે પ્રથમ મૂનિમજીનો આદેશ અપાયેલ.
બાદમાં જાજમ બિછાવી શ્રી નીતિ-હેમ વાત્સલ્યધામની વિવિધ ઉછામણી ઓ શરૂ કરવામાં આવેલ. આકાર પામનાર સંકુલના મુખ્ય લાભાર્થી તરીકેનો લાભ કાંકરજ પંથકના માંડલા ગામના વતની અને અમદાવાદ મધ્યે કેન્વીગૃપ ધરાવતા ભાનુબેન ચંપકલાલ દેવચંદલાલ વાલાણી પરિવારે લેતાં સૌએ વધાવી લીધેલ. સૌએ પરિવારના ભાનુબેન, ચિરાગ, નાવિક આદિ પરિવારજનોને વધાવી સન્માનીત કરેલ.
વિવિધ ઉછામણીઓ માં ગુરૂભક્તોએ ભારે ઉત્સાહ પૂર્વક લાભ લઈ ધન્યતા અનુભવેલ
બાદમાં વિવિધ ઉછામણીઓ યોજાતાં સૌ કાંકરેજ વાસીઓએ, ગુરૂભક્તોએ ભારે ઉત્સાહ પૂર્વક લાભ લઈ ધન્યતા અનુભવેલ. બાદમાં નીતિ-હેમ વાત્સલ્યધામના ટ્રસ્ટીગણ તથા સદસ્યો દ્વારા દરેક દાતા પરિવારોનુ બહુમાન કરવામાં આવેલ. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં સમાજજનો, ગુરૂભક્તો ઉપસ્થિત રહેલ.
બાદમાં સાધર્મિક ભક્તિ યોજાયેલ. સાધર્મિક ભક્તિનો લાભ થરા નિવાસી મંજુલાબેન સુરેશભાઈ પાંચાણી પરિવારે લીધેલ. આ પરિવારનું બહુમાન કરવામાં આવેલ. પીસીબી પીઆઇ મહેશભાઈ ચૌધરી આ પ્રસંગે પધારેલ. જેમનું બહુમાન કરવામાં આવેલ.
અમદાવાદ માં નિર્માણ થશે વિશાળ શ્રમણી વિહાર
આ પ્રસંગે પૂજ્ય સાધ્વીશ્રી રત્નરેખાશ્રીજી મહારાજ,પૂજ્ય સાધ્વીશ્રી શીલરત્નાશ્રીજી મહારાજ, પૂજ્ય સાધ્વીશ્રી શાસનદર્શિતાશ્રીજી મહારાજ, પૂ.સા.શ્રી તત્વરસાશ્રીજી મહારાજ, પૂ.સા.શ્રી વિનિતપૂર્ણાશ્રીજી મહારાજ, પૂ.સા.શ્રી અતુલપ્રજ્ઞાશ્રીજી, પૂ.સા.શ્રી આદર્શપ્રજ્ઞાશ્રીજી મ.સા., પૂ.સા.શ્રી શાશ્વતપ્રજ્ઞાશ્રીજી, પૂ.સા.શ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી મહારાજ આદિએ નિશ્રા પ્રદાન કરેલ.
પૂ.નિતિસૂરીસમૂદાયના શ્રાવક જયંતિભાઈ સહિત તથા સમૂદાયના વૈયાવચ્ચ પ્રેમી દીપકભાઈ તથા ભરતભાઈ લાડુ આદિ વિશાળ સંખ્યામાં ગુરૂભક્તો ઉપસ્થિત રહી શોભા વધારેલ.