ઈશ્વરભાઈ ગાંગોલ ને ભાજપમાં આવકાર
દીઓદર તાલુકાના મોજરૂ જુના ગામે ભાજપના યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં બનાસબેંક તથાબનાસડેરીના ડીરેક્ટર ઈશ્વરભાઈ તેજાભાઈ પટેલ (ગાંગોલ) નું સસ્પેન્શન પાછું ખેંચી લઈ ભાજપમાં ખેસ પહેરાવી ભાજપના જીલ્લા પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા એ
આવકારેલા.
ગત બનાસબેંકની યોજાયેલ ચુંટણીમાં ઈશ્વરભાઈ પટેલ ને ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવેલ તેઓ પાર્ટીના મેન્ડેટ વિરૂધ્ધ ઉમેદવારી કરી ડીરેક્ટર તરીકે વિજેતા બનેલા તેઓ હાલે જીલ્લાની બે સહકારી સંસ્થાઓ સહ માર્કેટસમિતિ દીઓદરમાં પણ ડીરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે.આમ તેમને ભાજપમાં આવકારવામાં આવતા સહકારી આગેવાનોએ ખૂશી વ્યક્ત કરી છે.