ગુજરાત અને મલેશિયા વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સહયોગની તકો
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની 3 દિવસીય મલેશિયા મુલાકાત પૂર્ણ કર્યો છે.. ત્યારે તેઓના પ્રવાસથી ગુજરાત અને મલેશિયા વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સહયોગની તકો વઘશે.. આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં આમંત્રિત કરવા માટે તેઓ મલેશિયાની 3 દિવસની મુલાકાતે હતા.
જ્યાં તેમણે વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના વડાઓ સાથે મુલાકાત કરી. તેમણે મલેશિયામાં ભારતીય હાઈ કમિશનર બી.એન. રેડ્ડી સાથે મુલાકાત કરી. તેમણે કુઆલાલંપુર વિશેના તેમના અનુભવો શેર કર્યા. મુલાકાત દરમિયાન માનનીય મંત્રીએ બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા વિશે ચર્ચા કરી અને આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું. મંત્રીએ પામ ઓઈલ પ્લાન્ટેશન અને રિફાઈનિંગની સંસ્થાઓના વડાઓ અને વિવિધ કંપનીઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે પણ બેઠકો યોજી હતી. આ બેઠકો દરમિયાન, તેમણે પામના વાવેતર અને સંશોધન અને વિકાસ માટે ગુજરાતમાં વિવિધ તકો પર પ્રકાશ પાડ્યો હતો. અને ગુજરાત અને મલેશિયા વચ્ચે પામ ઓઈલ સેક્ટરની વિવિધ તકો પર ચર્ચા કરી હતી. મહત્વનુ છે કે મુલાકાતના છેલ્લા દિવસે, મંત્રી બળવંતસિંહ રાજપૂતે મલેશિયાના પેનાંગમાં માઈક્રોનની વર્લ્ડ ક્લાસ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત પણ લીધી હતી.