Indian Coast Guard : ભારતીય કોસ્ટ ગાર્ડે બે પાઇલોટ સહિત ચાર ક્રૂ મેમ્બર્સને લઇ જતું હેલિકોપ્ટર દરિયામાં પડ્યા બાદ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICJ)નું હેલિકોપ્ટર ગુજરાતમાં પોરબંદરના દરિયાકાંઠે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અરબી સમુદ્રમાં ક્રેશ થતાં ક્રૂના ત્રણ સભ્યો ગુમ થયા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. ICJએ એક નિવેદનમાં કહ્યું કે આ ઘટના સોમવારે રાત્રે બની હતી.
એવું કહેવામાં આવ્યું છે કે ICJના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) પર સવાર ચાર ક્રૂ સભ્યોમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ બાકીના ત્રણ સભ્યોની શોધ ચાલી રહી છે.
ALH હેલિકોપ્ટર દરિયામાં પડ્યું
ICJના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘2 સપ્ટેમ્બરના રોજ, ગુજરાતના પોરબંદરના દરિયાકાંઠે મોટર ટેન્કર હરિ લીલામાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બચાવવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડના ALH હેલિકોપ્ટરે રાત્રે 11 વાગ્યે ઉડાન ભરી હતી. હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું અને દરિયામાં પડી ગયું.
‘વિમાનનો કાટમાળ મળ્યો’
તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ બાકીના ત્રણ સભ્યોની શોધ ચાલુ છે. ICJએ બચાવ પ્રયાસો માટે ચાર જહાજો અને બે એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. પ્લેનનો કાટમાળ મળી આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે હેલિકોપ્ટર ખાલી કરાવવા માટે જહાજની નજીક આવી રહ્યું હતું.
આ પણ વાંચો – Gujarat News : ગુજરાતને મળી વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટની ભેટ, આ જગ્યાએ સ્થાપવામાં આવશે