ભાવનગરના ખેડૂતો પર હવે એક નવું સંકટ આવ્યું છે. કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઇયળોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે, જેના લીધે જિલ્લામાં કપાસના વાવેતરમાં ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે. ઈયળ અને લાલ જીવાત ખેડૂતોનું કપાસ બરબાદ કરી રહી છે રાજ્યનાં કૃષિ મંત્રી આ મુસીબતથી ખેડૂતોને બહાર નીકાળે તેવી માંગ થઇ રહી છે.
એક બાજુ કમોસમી વરસાદનો માર તો બીજી બાજુ જીવાત અને ઇયળો. કારણ કે ખેડૂતનું કપાસ બગડી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થાય છે હાલ જિલ્લાના 25 હજાર હેક્ટર કપાસના વાવેતરમાં જીવાતોનો ઉપદ્રવ વધવાના કારણે કપાસના વાવેતરમાં પણ ખૂબ મોટો તફાવત આવ્યો છે. કારણ કે માર્કેટની અંદર કપાસનું વાવેતર ઘટ્યું છે. જોકે ખેડૂતોનો કપાસનો પાક બચી શકે તે માટે ખેતીવાડી વિભાગે તાત્કાલિક ખેડૂતોની મદદેથી આવવું જોઈએ. આ રોગથી ભાવનગર જિલ્લામાં કપાસનું વાવેતરમાં 70% ફેલ ગયું છે, ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કપાસના વાવેતરમાં ખેડૂતોને ઉપદ્રવના કારણે મોટાપાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.