સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા “સંપ્રતિ જનસેવા કેન્દ્ર”નો માન.રેલ્વે તથા કાપડના કેન્દ્રીય મંત્રી અને સાંસદ દર્શનાબેન જરદોશ, માન.પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્યશ્રી પુર્ણેશ મોદી તથા સુરત શહેરના પ્રથમ નાગરીક એવા દક્ષેશભાઈ માવાણી તથા પૂવઁ ડે. મેયર અને સંપ્રતિ ફાઊન્ડેશન ના ચેરમેન નિરવ શાહ શુભહસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો
જ્યાં પ્રજાની સુખાકારી અને સ્વસ્થ આરોગ્ય હેતુ સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી, માર્ગદર્શન તેમજ ફોર્મ, ફોર્મ ભરી આપવા તથા જરૂરી ડોક્યુમેન્ટ -કોર્ટ ફી, સ્ટેમ્પ ફી, ટીકીટ ફ્રીમાં આપવી તથા એફીડેવીટ, નોટરીના સહી-સિક્કા કરી આપવું તથા કચેરીઓમાં અધિકારીઓ સાથે સંકલન કરવું. આ તમામ સેવાઓ સંપ્રતિ જનસેવા કેન્દ્ર ખાતે વિનામૂલ્યે આપવામાં આવશે.
આ પ્રસંગે મહામંત્રીઓ મુકેશભાઈ દલાલ, કિશોરભાઈ બિંદલ, કાળુભાઈ ભીમનાથ, ઉપપ્રમુખ પંકજભાઈ દેસાઈ, પૂર્વ.મેયર ડો.જગદીશભાઈ પટેલ, દંડક ધર્મેશભાઈ વાણીયાવાલા, ડ્રેનેજ કમિટી ચેરમેન કેયુરભાઈ ચપટવાલા, કોર્પોરેટરો નિલેશભાઈ પટેલ, કૃણાલભાઈ સેલર સહિતના રાજકીય તથા સામાજીક મહાનુભાવો અને કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા…