ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઘાટલોડિયા વિધાનસભા બેઠકના મેમનગર વિસ્તારમાં લોકોની સુવિધા વધારવા સામુદાયિક પુસ્તકાલયના મકાનનું ભૂમિપૂજન કર્યું હતું. પુસ્તકાલયનું મકાન સુસજ્જ અને અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે.
અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) આ પ્રોજેક્ટનો અમલ કરશે. પાંચ માળની લાઇબ્રેરીમાં એક સમયે 90 લોકોને સમાવવાની ક્ષમતા હશે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. અને મુખ્યમંત્રીશ્રી તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા શીલા સ્થાપન કરી બિલ્ડીંગ નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો. આ બિલ્ડીંગ નું નિર્માણ 3.95 કરોડના ખર્ચે થનાર છે. આ બિલ્ડીંગ ના નિર્માણ બાદ લોકોને વાંચવા માટે ઉચ્ચતમ પ્રકારની સુવિધાઓ મળશે.