દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે ત્રણ કલાકની મેરેથોન મીટિંગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે કેબિનેટની બેઠક પતાવીને દિલ્હી ગયા હતા. ત્યારે મળતી માહિતી પ્રમાણે દિલ્હીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.
બુધવારે દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે ત્રણ કલાકની મેરેથોન મીટિંગ ચાલી હતી. ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાતને ગણતરીના દિવસો બાકી છે.
ત્યારે આ બેઠકમાં આવતા મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની તૈયારીઓ અંગે ચર્ચા થઇ હોવાની માહિતી છે. તેમજ આ સાથે જ લોકસભા ચૂંટણી પણ નજીક આવી રહી છે, ત્યારે તેના પર પણ ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યુ છે. આ સાથે જ ગુજરાતના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગુજરાતના કેટલાક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ જેવા કે સાબરમતી પ્રોજેક્ટ,સિગ્નેચર બ્રિજ,મેટ્રો સ્ટેશન, બુલેટ ટ્રેન સ્ટેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.ગુજરાત વડાપ્રધાન મોદી અને અમિત શાહનું હોમ ટાઉન માનવામાં આવે છે. જેથી ગુજરાતમાં તમામ પ્રકારના પ્રોજેક્ટ અને ગતિવિધિ પર તેમની સીધી નજર રહે તે સ્વાભાવિક છે.જેથી વાયબ્રન્ટ સમિટ, નીતિ વિષિયક બાબતો, લોકસભા ચૂંટણી સહિતની બાબતો પર આ ત્રણ કલાકની બેઠકમાં ચર્ચા થઇ હોવાની માહિતી મળી રહી છે.